મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2024 : વાનખેડે સ્ટેડિયમમાં બુમ બુમ બુમરાહ, કોહલી સહિત પાંચ ખેલાડીઓને કર્યા આઉટ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ગુરૂવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુંબઈના વ

IPL 2024 : વાનખેડે સ્ટેડિયમમાં બુમ બુમ બુમરાહ, કોહલી સહિત પાંચ ખેલાડીઓને કર્યા આઉટ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ગુરૂવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુકાબલો ખેલાઈ રહ્યો છે. જેમાં મુંબઈ ટોસ જીતીને બેંગલુરુને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પરિણામે મહેમાન ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 190 રન બનાવ્યા હતા. મુંબઈ ટીમને મેચ જીતવા 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ટાસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બેંગલુરુની શરૂઆત ખરાબ રહી હતી. શાનદાર ફોર્મ રહેલા કોહલી 3 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જે બાદ વિલ જેક્સ આઉટ થતા ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. ત્યારે ડુ પ્લેસિસ અને રજત પાટીદારે ત્રીજી વિકેટ માટે 82 રનની ભાગીદારી કરીને ટીમને સંકટ સમયમાંથી બહાર કાઢી હતી. જોકે, મેક્સવેલ 0 રન બનાવીને પેવેલિયન ભેગો થઈ ગયો ગતો. 

ડુ પ્લેસિસ અને પાટીદારની ફિફ્ટી

ડુ પ્લેસિસે 40 બોલમાં 3 સિક્સ અને 4 ફોરની મદદથી 61 રન બનાવ્યા હતા. જ્યારે પાટીદારે પણ તેના બેટનો પાવર બતાવ્યો હતો. તેણે 26 બોલમાં 4 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી ફિફ્ટી ફટકારીને રાલ્ડ કોત્ઝીનો શિકાર બન્યો હતો. 

મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહે કોહલીની ટીમના ખેલાડીઓને ગુમરાહ કરી દીધા હતા. બુમરાહે સૌથી વધુ પાંચ વિકેટ ખેરવી હતી. 4 ઓવરમાં માત્ર 21 રન આપીને પાંચ સફળતા મેળવી હતી. 

બંને ટીમની પ્લેઇંગ- ઈલેવન

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, વિલ જેક્સ, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), મહિપાલ લોમરોર, રીસે ટોપ્લી, વિજયકુમાર વૈશાક, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપ.

મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન),ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, મોહમ્મદ નબી, શ્રેયસ ગોપાલ, જસપ્રીત બુમરાહ, ગેરાલ્ડ કોત્ઝી અને આકાશ મધવાલ.

આ સમાચાર શેર કરો