IPL: રોહિત શર્માને પોતાની ટીમમાં રમતો જોવા માગે છે આ ફ્રેન્ચાઈઝી, મેગા ઓક્સન પહેલા કહી આ વાત
આઈપીએલની આગામી સિઝન શરૂ થવામાં હજુ ઘણો સમય બાકી છે, પરંતુ ખેલાડીઓ અને ફ્રેન્ચાઈઝીને લઈને અટ

આઈપીએલની આગામી સિઝન શરૂ થવામાં હજુ ઘણો સમય બાકી છે, પરંતુ ખેલાડીઓ અને ફ્રેન્ચાઈઝીને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. આગામી સિઝનમાં પહેલા મેગા ઓક્સનમાં ઘણાં ખેલાડીઓ નવી ફ્રેન્ચાઇઝીમાં જોડાય તેવી અપેક્ષા છે. આ યાદીમાં સૌથી મોટા નામોમાં રોહિત શર્મા પણ સામેલ છે. જો કે, તે મુંબઈ ઈન્ડિયન્સની ફ્રેન્ચાઈઝી છોડશે કે નહીં તે હજુ નક્કી નથી, પરંતુ બીજી ફ્રેન્ચાઈઝીઓ તેને પોતાની ટીમમાં સામેલ કરવા ઈચ્છી રહ્યા છે. આવતી સિઝન પહેલા મેગા ઓક્સન અગાઉ BCCI અને ફ્રેન્ચાઇઝી માલિકો વચ્ચે રિટેન કરાયેલા ખેલાડીઓની સંખ્યાને લઈને વાતચીત ચાલી રહી છે.
મુંબઈ ઈન્ડિયન્સ સાથે હિટમેનનો વિવાદ કોઈનાથી છુપાયેલો નથી. આઈપીએલ 2024 સીઝન પહેલા ફ્રેન્ચાઈઝીએ તેને કેપ્ટન પદેથી હટાવીને હાર્દિક પંડ્યા ટીમનો નવો કેપ્ટન બનાવતા ફેન્સ ખૂબજ નારાજ થયા હતા. મુંબઈ ઈન્ડિયન્સના આ નિર્ણયની ભૂતપૂર્વ ક્રિકેટરો દ્વારા ભારે ટીકા કરવામાં આવી હતી. સાથે જ રોહિત અને તેની પત્ની રિતિકા પણ ખૂબ ગુસ્સે હતા.
રોહિતની બ્રાન્ડ વેલ્યુને ધ્યાનમાં રાખતા જો તે હરાજીમાં આવશે તો તેની ખરીદારી માટે હોડ લાગશે એમાં કોઈ શંકા નથી. કેટલાક રિપોર્ટ મુજબ BCCI ફ્રેન્ચાઈઝીઓને છથી વધુ ખેલાડીઓ જાળવી રાખવાની મંજૂરી આપી શકશે નહીં. આવી સ્થિતિમાં રોહિતની આગામી સિઝનમાં નવી ટીમમાં રમવાની સંભાવના ઘણી વધારે છે.
પંજાબ કિંગ્સની ફ્રેન્ચાઈઝીએ સ્પષ્ટપણે રોહિતને પોતાની ટીમમાં સામેલ કરવામાં રસ દર્શાવ્યો છે. પંજાબની ટીમ હજુ સુધી આઈપીએલનું ટાઈટલ જીતી શકી નથી. પંજાબ ટીમના સંજય બાંગરે રોહિતને પોતાની ટીમમાં સામેલ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, પરંતુ તેણે એ પણ સ્વીકાર્યું કે આ પ્રયાસ બાકી રહેલા પૈસા પર નિર્ભર રહેશે. તેણે એક પોડકાસ્ટમાં કહ્યું, 'આ બધું તેના પર નિર્ભર કરે છે કે અમારા પર્સમાં પૈસા છે કે નહીં. જો રોહિત હરાજીમાં આવે છે, તો હું ચોક્કસપણે માનું છું કે તેની કિંમત ઘણી વધી જશે. તેમને ખરીદવા માટે લાઇનો લાગશે.
જણાવી દઈએ કે, 37 વર્ષીય રોહિત ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ 2024ની જીતમાં મહત્ત્વનો ખેલાડી હતો. હિટમેન પાસે હજુ રમવાનું ઘણું બાકી છે. જણાવી દઈએ કે, શિખર ધવન ગત સિઝન સુધી પંજાબ કિંગ્સનો રેગ્યુલર કેપ્ટન હતો પરંતુ તેણે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. આથી પંજાબ કિંગ્સ મેગા ઓક્શનમાં નવો કેપ્ટન સાઈન કરવા આતુર હશે. એમાં રોહિત શર્મા ઉત્ત વિકલ્પ સાબિત થઈ શકે છે.








