મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL: રોહિત-બુમરાહ અને સૂર્યકુમાર MI છોડશે! કેએલ રાહુલ LSG છોડી RCBમાં જઈ શકે

IPL 2025ની હરાજી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. IPLની આગામી સિઝન ઘણી રોમાંચક

IPL: રોહિત-બુમરાહ અને સૂર્યકુમાર MI છોડશે! કેએલ રાહુલ LSG છોડી RCBમાં જઈ શકે

IPL 2025ની હરાજી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. IPLની આગામી સિઝન ઘણી રોમાંચક રહેવાની છે. આ વખતે ઘણા ખેલાડીઓની ટીમ બદલાઈ જશે. આ વખતે મેગા હરાજી યોજાવાની છે. એવામાં તમામ ફ્રેન્ચાઈઝીઓને માત્ર ચાર-ચાર ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવશે, બાકીના તમામ ખેલાડીઓને રિલીઝ કરવા પડશે. જો કે, મેગા ઓક્શન પહેલા પણ કેટલાક ખેલાડીઓ પોતાની ટીમ બદલી શકે છે. નિયમ મુજબ ફ્રેન્ચાઈઝી હરાજી પહેલા ખેલાડીઓને એકબીજાની વચ્ચે ટ્રેડ કરી શકે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર કેએલ રાહુલ અને રિષભ પંત પોતપોતાની ટીમ છોડી શકે છે. અર્થાત રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સ છોડી દેશે અને પંત દિલ્હી કેપિટલ્સ છોડી દેશે. એવા સમાચાર પણ છે કે કેએલ રાહુલ લખનૌ છોડીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં પાછો ફરી શકે છે. જણાવી દઈએ કે અગાઉ રાહુલ RCB તરફથી રમી ચૂક્યો છે.

મીડિયા રિપોર્ટ્સનું માનવામાં આવે તો મુંબઈ ઈન્ડિયન્સને પણ આગામી હરાજી પહેલા મોટો ઝટકો લાગી શકે છે. મુંબઈના ત્રણ મેચ વિનર ખેલાડીઓ ટીમથી જુદા થઈ શકે છે. પૂર્વ કેપ્ટન રોહિત શર્મા, સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને નંબર વન ટી20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ MI છોડી શકે છે.

દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાવાના સમાચાર છે. જોકે, અત્યાર સુધી ફ્રેન્ચાઈઝી કે આ વિકેટકીપર બેટ્સમેને આ અંગે કંઈ કહ્યું નથી. પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ ટ્રેડ દ્વારા ઋષભ પંતને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે.

એ જ રીતે કેએલ રાહુલ આરસીબીમાં વાપસી કરી શકે છે. ગુજરાત ટાઇટન્સના કોચ આશિષ નેહરા પણ ટીમ છોડી શકે છે. મીડિયા રિપોર્ટનું જો સાચું પડે તો એવું કહેવું ખોટું નહીં હોય કે IPL 2025માં અનેક રોમાંચ જોવા મળશે.

આ સમાચાર શેર કરો