મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

INDVsNZ: બીજી ટેસ્ટમાં ભારતનો ધબડકો, પ્રથમ ઈનિંગમાં 95 રનમાં 6 વિકેટ ગુમાવી; ન્યૂઝીલેન્ડનો તરખાટ

ભારતે પૂણેમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં બીજા દિવસે 16 રનથી આગળ વધી રહેલા ભ

INDVsNZ: બીજી ટેસ્ટમાં ભારતનો ધબડકો, પ્રથમ ઈનિંગમાં 95 રનમાં 6 વિકેટ ગુમાવી; ન્યૂઝીલેન્ડનો તરખાટ

ભારતે પૂણેમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં બીજા દિવસે 16 રનથી આગળ વધી રહેલા ભારતની સ્થિતિ ખરાબ છે. ભારતે 30 ઓવરમાં 6 વિકેટના નુકસાને માત્ર 95 રન બન્યાવ્યા છે. ઋષભ પંત 18 રન બનાવીને આઉટ થયો છે. સરફરાઝ 11 રન બનાવી આઉટ થયો હતો. બીજા દિવસની રમતની શરૂઆતથી જ ન્યુઝીલેન્ડના બોલરોએ સારું પ્રદર્શન કર્યું છે. ભારતીય બેટ્સમેનોને રન લેવા હંફાવ્યા છે. મીચેલ સેટનરે 14 ઓવરમાં 3 વિકેટ ઝડપી છે. ફિલિપ્સે 2 અને સાઉથીએ 1 વિકેટ ઝડપીછે.

યશસ્વી જયસ્વાલે 60 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 30 રન બનાવ્યા છે. તો શુભમન ગીલ પણ 30 રન બનાવી એલબીડબલ્યુ થયો હતો. તેણે 72 બોલમાં બે ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. 

વિરાટ કોહલી માત્ર 1 રન બનાવી બોલ્ડ થયો છે. સેટનરે તેને પેવેલિયન પરત મોકલ્યો હતો. 

અગાઉ ભારતે પ્રથમ દિવસના અંતે એક વિકેટ ગુમાવીને 16 રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલ (6) અને શુભમન ગિલ (10) રને રમતમાં છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા (0) રન બનાવીને આઉટ થયો હતો. આ પહેલા ન્યૂઝીલેન્ડ પ્રથમ ઇનિંગમાં 259 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું.  

ન્યૂઝીલેન્ડ તરફથી ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રએ સૌથી વધુ રન બનાવ્યા હતા. કોનવે (76) જ્યારે રચિન (65) રન બનાવીને આઉટ થયો હતો. આ સિવાય કેપ્ટન ટોમ લાથમ (15), વિલ યંગ (18), ડેરેલ મિશેલ (18), ટોમ બ્લંડેલ (3), ગ્લેન ફિલિપ્સ (9), મિશેલ સેન્ટનર (33), ટીમ સાઉથી (5), એજાઝ પટેલ (4) રન બનાવ્યા હતા.

વોશિંગ્ટન સુંદરની 7 વિકેટ

વોશિંગ્ટન સુંદરે કરિયરનો સર્વશ્રેષ્ઠ સ્પેલ નાખતા 7 વિકેટ ઝડપી હતી. વોશિંગ્ટન સુંદરનો બીજી ટેસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સુંદરે રચિન રવિન્દ્ર, ડેરેલ મિશેલ, ટોમ બ્લંડેલ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, ટીમ સાઉથી, એજાઝ પટેલની વિકેટ ઝડપી હતી.

આ સમાચાર શેર કરો