મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

#INDvsBAN T20: હૈદરાબાદમાં સંજુનું તોફાન, ભારતે બનાવ્યો T20માં પોતાનો સૌથી મોટો સ્કોર

#INDvsBAN 3rd T20I: ત્રીજી T20 મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે (12 ઓક્ટોબર) હૈ

#INDvsBAN T20: હૈદરાબાદમાં સંજુનું તોફાન, ભારતે બનાવ્યો T20માં પોતાનો સૌથી મોટો સ્કોર

#INDvsBAN 3rd T20I: ત્રીજી T20 મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે (12 ઓક્ટોબર) હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં છે. ભારતીય ટીમે ગ્વાલિયર અને દિલ્હીમાં પ્રથમ બે T20 મેચ જીતીને શ્રેણીમાં 2-0થી લીડ મેળવી લીધી છે. 

ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે આજે (12 ઓક્ટોબર) હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ત્રીજી T20 મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમારે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હવે બાંગ્લાદેશની ટીમ બેટિંગ કરી રહી છે. તેની એક વિકેટ પડી છે.

આ મેચમાં ભારતીય ટીમે 297 રન બનાવ્યા હતા. જે ટી20 ઈતિહાસમાં ભારતીય ટીમનો સૌથી મોટો સ્કોર છે. ટેસ્ટ રમતા દેશોમાં પણ કોઈપણ ટીમનો આ સર્વોચ્ચ સ્કોર છે. ભારત તરફથી સંજુ સેમસન (111), સૂર્યકુમાર યાદવ (75) અને હાર્દિક પંડ્યા (47)એ તોફાની ઇનિંગ્સ રમી હતી. ભારતીય ટીમ શ્રેણીમાં 2-0થી આગળ છે.

આ મેચમાં કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે બેન્ચ પર બેઠેલા રવિ બિશ્નોઈને મેચમાં તક આપી હતી જ્યારે અર્શદીપ સિંહને આરામ આપવામાં આવ્યો હતો.

ભારતની ઇનિંગની ખાસ વાતો, સંજુએ એક જ ઓવરમાં 5 સિક્સ ફટકારી

હૈદરાબાદ T20માં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. અપેક્ષા મુજબ ભારતીય ઓપનર અભિષેક શર્મા અને સંજુ સેમસને ઝડપી શરૂઆત કરી હતી. પરંતુ ભારતીય ટીમને પહેલો ફટકો 23 રનના સ્કોર પર લાગ્યો હતો. અભિષેક (4) સ્કોર પર હતો ત્યારે તનઝીમ હસન સાકિબના બોલ પર મેહદી હસનના હાથે કેચ આઉટ થયો હતો. આ પછી સંજુ સેમસન અને સૂર્યાએ માત્ર 22 બોલમાં 53 રન જોડ્યા. ભારતીય ટીમે બેટિંગ પાવરપ્લેમાં 82/1નો સ્કોર કર્યો હતો. જે પાવરપ્લેમાં ભારતનો સર્વોચ્ચ સ્કોર પણ છે. જ્યારે ભારતે 10 ઓવરમાં 152 રન બનાવ્યા હતા.

ભારત માટે સંજુએ આ મેચમાં 47 બોલમાં 111 રન બનાવ્યા હતા, ટીમ ઈન્ડિયાનો સ્કોર 196 રન હતો ત્યારે તે આઉટ થયો હતો. સંજુએ પોતાની ઇનિંગ દરમિયાન 11 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. આના થોડા સમય બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ આઉટ થઈ ગયો હતો. જ્યારે સૂર્યા આઉટ થયો ત્યારે ભારતીય ટીમનો સ્કોર 14.3 ઓવરમાં 206 રન હતો. ભારતની ચોથી વિકેટ 276 રન પર રિયાન પરાગ (34)ના રૂપમાં પડી હતી. 289ના સ્કોર પર ભારતીય ટીમને પાંચમો ફટકો હાર્દિક પંડ્યા (47)ના રૂપમાં લાગ્યો હતો, જેણે 18 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.

આ મેચ દરમિયાન સંજુ સેમસને રિશાદ હુસૈનની એક જ ઓવરમાં સતત 5 સિક્સર ફટકારી હતી. આ ઇનિંગ્સની 10 ઓવરની હતી. જ્યારે સંજુએ તેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય સદી 40 બોલમાં ફટકારી હતી, જે T20 આંતરરાષ્ટ્રીયમાં ભારતીય દ્વારા બીજી સૌથી ઝડપી સદી છે. T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે, જેણે વર્ષ 2017માં શ્રીલંકા સામે 35 બોલમાં સદી ફટકારી હતી.

T20I ઇનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા

26 - નેપાળ વિ મોંગોલિયા, હાંગઝોઉ, 2023

23 - જાપાન વિ ચીન, મોંગ કોક, 2024

22 - અફઘાનિસ્તાન વિ આયર્લેન્ડ, દેહરાદૂન, 2019

22 - વેસ્ટ ઈન્ડિઝ વિ દક્ષિણ આફ્રિકા, સેન્ચુરિયન, 2023

22 - ભારત વિ બાંગ્લાદેશ, હૈદરાબાદ, 2024

T20I ઇનિંગ્સમાં સૌથી વધુ બાઉન્ડ્રી

47 - ભારત વિ બાંગ્લાદેશ, હૈદરાબાદ, 2024

43 - ચેક રિપબ્લિક વિ તુર્કિયે, ઇલ્ફોવ કાઉન્ટી, 2019

42 - દક્ષિણ આફ્રિકા વિ વેસ્ટ ઈન્ડિઝ, સેન્ચુરિયન, 2023

42 - ભારત વિ શ્રીલંકા, ઇન્દોર, 2017

41 - શ્રીલંકા વિ કેન્યા, જોહાનિસબર્ગ, 2007

41 - અફઘાનિસ્તાન વિ આયર્લેન્ડ, દેહરાદૂન, 2019

T20I ટીમનો સર્વોચ્ચ કુલ સ્કોર

314/3 - નેપાળ વિ મોંગોલિયા, હાંગઝોઉ, 2023

297/6 - ભારત વિ બાંગ્લાદેશ, હૈદરાબાદ, 2024

278/3 - અફઘાનિસ્તાન વિ આયર્લેન્ડ, દેહરાદૂન, 2019

278/4 - ચેક રિપબ્લિક વિ તુર્કિયે, ઇલ્ફોવ કાઉન્ટી, 2019

268/4 - મલેશિયા vs થાઈલેન્ડ, હેંગઝોઉ, 2023

267/3 - ઈંગ્લેન્ડ વિ વેસ્ટ ઈન્ડિઝ, તરોબા, 2023

T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પ્રથમ 10 ઓવર પછીનો સર્વોચ્ચ સ્કોર

156/3 - ઓસ્ટ્રેલિયા વિ સ્કોટલેન્ડ, એડિનબર્ગ, 2024

154/4 - એસ્ટોનિયા વિ સાયપ્રસ, એપિસ્કોપી, 2024

152/1 - ભારત વિ બાંગ્લાદેશ, હૈદરાબાદ, 2024

149/0 - દક્ષિણ આફ્રિકા વિ વેસ્ટ ઈન્ડિઝ, સેન્ચુરિયન, 2023

147/1 - ન્યુઝીલેન્ડ વિ શ્રીલંકા, ઓકલેન્ડ, 2016

T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારત માટે સૌથી વધુ પાવરપ્લે સ્કોર

82/1 vs બાંગ્લાદેશ, હૈદરાબાદ, 2024

82/2 vs સ્કોટલેન્ડ, દુબઈ, 2021

78/2 vs દક્ષિણ આફ્રિકા, જોહાનિસબર્ગ, 2018

77/1 vs ઓસ્ટ્રેલિયા, તિરુવનંતપુરમ, 2023

77/1 vs શ્રીલંકા, નાગપુર, 2009

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની શ્રેણીમાં શું થયું?

પ્રથમ મેચ ગ્વાલિયરમાં રમાઈ હતી જેમાં બાંગ્લાદેશને 127 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમે માત્ર 71 બોલમાં 7 વિકેટે મેચ જીતી લીધી હતી. બીજી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 222 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં બાંગ્લાદેશની ટીમ માત્ર 135 રન બનાવી શકી અને 86 રનથી મેચ હારી ગઈ.

આ સમાચાર શેર કરો