આવતીકાલે અમદાવાદમાં T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની થશે જાહેરાત
ટી20 વર્લ્ડ કપ 2024 માટે આવતીકાલે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થશે. રોહિત શર્મ

ટી20 વર્લ્ડ કપ 2024 માટે આવતીકાલે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થશે. રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયામાં કોનો સમાવેશ થશે તેને લઈને અલગ અલગ અટકળો લગાવાઈ રહી છે.
રવિવારે મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્મા વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠકમાં 15 સભ્યોની ટીમ અંગે ચર્ચા થઈ હતી.
IPL 2024 વચ્ચે ICC T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત આવતીકાલે થશે ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે પહેલા પોતાની ટીમની જાહેરાત કરી છે. વિકેટકીપર માટે રેસ ચાલી રહી છે. રિષભ પંત, સંજુ સેમસન અને કેએલ રાહુલમાંથી કયા બે વિકેટકીપરને યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝના વિઝા મળશે? આ એક મોટો પ્રશ્ન હશે. ટીમ જાહેર કરવાની છેલ્લી તારીખ 1લી મે છે.
મીડિયા અહેવાલોએ સંભાવના વ્યક્ત કરી છે કે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં કયા ખેલાડીઓને સ્થાન મળી શકે છે. આ મુજબ રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શિવમ દુબે, રિંકુ સિંહ, કુલદીપ યાદવ, રિંકુ સિંહ બુમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ/આવેશ ખાન ટીમમાં હોઈ શકે છે. આ સિવાય કેએલ રાહુલ, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, સંદીપ શર્મા પણ દાવેદારોમાં સામેલ છે.
વિકેટકીપર તરીકે રિષભ પંતનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. બીજા વિકલ્પ તરીકે સંજુ સેમસન અને કેએલ રાહુલ વચ્ચે જોરદાર ટક્કર છે. હવે જોવાનું એ રહે છે કે પસંદગીકારો કોનું નામ ફાઈનલ કરે છે.








