શુભમનની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ 4-1થી ટી-20 સિરીઝ જીતી, પાંચમી મેચમાં ઝિમ્બાબ્વે 125 રનમાં ઓલઆઉટ
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ટી-20 સિરીઝની અંતિમ અને પાંચમી મેચ રવિવારે હરારેમાં રમાઈ હતી. જેમાં યજમાન ટીમે ટોસ જી

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ટી-20 સિરીઝની અંતિમ અને પાંચમી મેચ રવિવારે હરારેમાં રમાઈ હતી. જેમાં યજમાન ટીમે ટોસ જીતીને ભારતને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પરિણામે ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 167 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઝિમ્બાબ્વે 125 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ ભારતીય ટીમ 4-1થી સિરીઝ જીતી લીધી છે.
ટીમ ઈન્ડિયાએ આપેલા 168 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની શરૂઆત ખરાબ રહી હતી. વેસ્લી માધવેરેને મુકશ કુમારે પ્રથમ ઓવરમાં જ પેવેલિયન ભેગો કરી દીઘો હતો. ઝિમ્બાબ્વે તરફથી સૌથી વધુ 34 રન ડીયોન માયર્સ બનાવ્યા હતા. જોકે, બાદમાં એક પછી એક વિકેટ પડતા આખી ટીમ 125 રનમાં ખખડી ગઈ હતી.
મુકેશ કુમારે સૌથી વધુ 4 વિકેટ ખેરવી
ભારતીય ટીમ તરફથી સૌથી વધુ રન સંજુ સેમસને બનાવ્યા હતા. સેમસને 45 બોલમાં 4 સિક્સ અને 1 ફોરની મદદથી 58 રન બનાવીને મુઝારાબાનીનો શિકાર બન્યો હતો. જ્યારે બોલિંગમાં મુકેશ કુમારે સૌથી વધુ 4 વિકેટ ખેરવી હતી.
બંને ટીમની પ્લેઇંગ- ઈલેવન
ભારત: શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિયાન પરાગ, રિંકુ સિંહ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, તુષાર દેશપાંડે અને મુકેશ કુમાર.
ઝિમ્બાબ્વે: વેસ્લી માધવેરે, તદીવાનાશે મારુમાની, બ્રાયન બેનેટ, ડીયોન માયર્સ, સિકંદર રઝા (કેપ્ટન), જોનાથન કેમ્પબેલ, ફરાઝ અકરમ, ક્લાઈવ મદાંદે (વિકેટકીપર), બ્રેન્ડન માવુતા, રિચાર્ડ નગારાવા અને બ્લેસિંગ મુઝારાબાની.








