મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

U19 Women's T20 WC / ભારતે લગાવી જીતની હેટ્રિક, શ્રીલંકાને 60 રનથી હરાવ્યું

ભારતની મહિલા અંડર 19 ટીમે અજાયબીઓ કરી છે. ટીમ ઈન્ડિયાએ અંડર 19 મહિલા T20 વર્લ્ડ કપની મેચમાં શ્રીલંકાને

U19 Women's T20 WC / ભારતે લગાવી જીતની હેટ્રિક, શ્રીલંકાને 60 રનથી હરાવ્યું

ભારતની મહિલા અંડર 19 ટીમે અજાયબીઓ કરી છે. ટીમ ઈન્ડિયાએ અંડર 19 મહિલા T20 વર્લ્ડ કપની મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું. ભારતે આ મેચ 60 રનથી જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયા માટે ગોંગડી ત્રિશાએ શાનદાર બેટિંગ કરી હતી. તેણે 44 બોલમાં 49 રન બનાવ્યા હતા. ભારતે શ્રીલંકાને જીત માટે 119 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં શ્રીલંકાની ટીમ ફક્ત 58 રન જ બનાવી શકી. 

આ પણ વાંચો: રણજી ટ્રોફીમાં ચાલ્યો રવિન્દ્ર જાડેજાની સ્પિનનો જાદુ, દિલ્હીની અડધી ટીમને કરી પવેલિયન ભેગી

પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 118 રન બનાવ્યા. આ સમય દરમિયાન ત્રિશા અને કમલિની ઓપનિંગ માટે આવ્યા હતા. પણ કમલિની કંઈ ખાસ ન કરી શકી. તે 5 રન બનાવીને આઉટ થઈ ગઈ. જ્યારે ત્રિશાએ શાનદાર ઈનિંગ રમી. તેણે 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 49 રન બનાવ્યા. સાનિકા ચાલકે ખાતું પણ ન ખોલાવી શકી. કેપ્ટન નિક્કી પ્રસાદ 11 રન બનાવીને આઉટ થઈ. તેણે 2 ચોગ્ગા ફટકાર્યા હતા. મિથિલા વિનોદે 16 રનનું યોગદાન આપ્યું. જ્યારે જોશીથાએ 14 રન બનાવ્યા હતા.

ટીમ ઈન્ડિયા સામે શ્રીલંકાની હાલત ખરાબ

ભારત દ્વારા આપવામાં આવેલા તાર્ગેતને ચેઝ કરતી વખતે શ્રીલંકાની મહિલા અંડર 19 ટીમ ફક્ત 58 રન બનાવી શકી. ઓપનર સંજના 5 રન બનાવીને આઉટ થઈ ગઈ. નિસંસલા ખાતું પણ ખોલાવી ન શકી. કેપ્ટન મનુદી નનયકારા 2 રન બનાવીને આઉટ થઈ. હિરુની હંસિકા પણ 2 રન બનાવીને આઉટ થઈ ગઈ. આ સમય દરમિયાન શબનમે ભારત માટે ઘાતક બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 9 રન આપીને 2 વિકેટ લીધી હતી'. પારુણિકા અને જોશીથાએ પણ 2-2 વિકેટ લીધી હતી. આયુષી શુક્લા અને વૈષ્ણવી શર્માને 1-1 વિકેટ મળી હતી.

ટીમ ઈન્ડિયાએ સતત ત્રીજી જીત નોંધાવી

ભારતે મહિલા અંડર 19 ટી20 વર્લ્ડ કપ 2025માં સતત ત્રીજી જીત નોંધાવી છે. ટીમ ઈન્ડિયાએ પહેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને ખરાબ રીતે હરાવ્યું હતું. ભારતે આ મેચ 9 વિકેટથી જીતી લીધી. આ પછી તેણે મલેશિયાને 10 વિકેટથી હરાવ્યું. હવે ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે 60 રનથી જીત મેળવી છે.

આ સમાચાર શેર કરો