મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

રણજી ટ્રોફીમાં ચાલ્યો રવિન્દ્ર જાડેજાની સ્પિનનો જાદુ, દિલ્હીની અડધી ટીમને કરી પવેલિયન ભેગી

રણજી ટ્રોફી 2024-25માં આજે દિલ્હી અને સૌરાષ્ટ્ર વચ્ચેની મેચ રમાઈ રહી છે. આ મેચમાં રિષભ પંત અને રવિન્દ્ર

રણજી ટ્રોફીમાં ચાલ્યો રવિન્દ્ર જાડેજાની સ્પિનનો જાદુ, દિલ્હીની અડધી ટીમને કરી પવેલિયન ભેગી

રણજી ટ્રોફી 2024-25માં આજે દિલ્હી અને સૌરાષ્ટ્ર વચ્ચેની મેચ રમાઈ રહી છે. આ મેચમાં રિષભ પંત અને રવિન્દ્ર જાડેજા પણ રમતા જોવા મળી રહ્યા છે. દિલ્હીનો વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત પહેલી ઈનિંગમાં ફ્લોપ સાબિત થયો હતો, જ્યારે સૌરાષ્ટ્રના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જાડેજાએ પહેલી ઈનિંગમાં 5 વિકેટ લઈને દિલ્હીની બેટિંગની કમર તોડી નાખી.

આ પણ વાંચો: રણજીની દુનિયામાં નવો સુપરસ્ટાર સિદ્ધાર્થ દેસાઈ, 21 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો

દિલ્હીની ટીમ 188 રનમાં સમેટાઈ

સૌરાષ્ટ્રની શાનદાર બોલિંગ સામે, દિલ્હીની આખી ટીમ પ્રથમ ઈનિંગમાં ફક્ત 188 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. દિલ્હી તરફથી બેટિંગ કરતા કેપ્ટન આયુષ બદોનીએ સૌથી વધુ 60 રનની ઈનિંગ રમી. આ ઉપરાંત યશ ધુલ 44 અને મયંકે અણનમ 38 રન બનાવ્યા.

જાડેજાએ 5 વિકેટ લીધી

સૌરાષ્ટ્ર માટે રવિન્દ્ર જાડેજાએ શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું. બોલિંગ કરતી વખતે, જાડેજાએ 17.4 ઓવરમાં 66 રન આપીને 5 મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી. જેના કારણે દિલ્હીની ટીમ 200 રનનો આંકડો પણ સ્પર્શી ન શકી. રવિન્દ્ર જાડેજા ઉપરાંત ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ શાનદાર બોલિંગ કરી અને 19 ઓવરમાં 63 રન આપીને 3 વિકેટ ઝડપી.

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારત માટે સારા સંકેતો

આ પહેલા રવિન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં રમતો જોવા મળ્યો હતો. આ સિરીઝમાં જાડેજાએ બેટથી સારું પ્રદર્શન કર્યું હોવા છતાં, બોલિંગમાં તે કંઈ ખાસ ન કરી શક્યો. હવે જાડેજાની ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયામાં પણ પસંદગી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, જાડેજાનું ફોર્મમાં પાછું આવવું ટીમ ઈન્ડિયા માટે સારા સંકેત આપી રહ્યું છે.

આ સમાચાર શેર કરો