INDVsSL: બીજી વન ડેમાં બદલાશે ભારતની પ્લેઇંગ 11? આ ખેલાડીને મળી શકે છે તક
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વન ડે સિરીઝની પ્રથમ મેચ ટાઇ થઇ હતી. ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી વન ડે મેચમાં ભ

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વન ડે સિરીઝની પ્રથમ મેચ ટાઇ થઇ હતી. ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી વન ડે મેચમાં ભારતની પ્લેઇંગ ઇલેવનમાં બદલાવ થઇ શકે છે.
ભારતીય બોલર ખાસ પ્રદર્શન ના કરી શક્યા
આ સિરીઝની બીજી વન ડે મેચ રવિવારે રમાશે. પ્રથમ મેચમાં ભારતીય બેટિંગ સિવાય બોલિંગ પણ ચર્ચાનો વિષય બની હતી. એક સમયે શ્રીલંકાનો સ્કોર 101/5 હતો પરંતુ ભારતીય બોલરોના ખરાબ પ્રદર્શને તેમને 230 રન સુધી પહોંચાડી દીધુ હતુ. મોહમ્મદ સિરાજને પાવરપ્લેમાં એક સફળતા મળી હતી પરંતુ પ્રથમ 10 ઓવર બાદ તે કઇ ખાસ પ્રભાવ છોડી શક્યો નહતો. આ મેચમાં અર્શદીપને 2 વિકેટ મળી હતી.
આ ખેલાડીને મળી શકે છે તક
આર પ્રેમદાસા સ્ટેડિયમની પિચ સ્પિનર્સ માટે ફાયદાકારક સાબિત થઇ છે. કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરની હાજરી છતા ભારતને એક સ્પિનરની કમી જોવા મળી હતી. શિવમ દુબેને ચાર ઓવર બોલિંગ કરાવવી પડી હતી. એક સમય એવો આવ્યો જ્યારે શુભમન ગિલને પણ બોલ સોપવામાં આવ્યો હતો. માનવામાં આવે છે કે બીજી વન ડે મેચમાં રોહિત શર્મા પોતાના સ્પિન એટેકને મજબૂત કરવા માટે રિયાન પરાગને ટીમમાં સામેલ કરી શકે છે. જો તેને આ સિરીઝમાં તક મળે છે તો તે વન ડે ફોર્મેટમાં ડેબ્યૂ કરશે. કેએલ રાહુલની હાજરીમાં રિષભ પંતને તક મળવી મુશ્કેલ છે. પ્રથમ મેચમાં કેએલ રાહુલે 31 રન બનાવ્યા હતા.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ 11
ભારત: શુભમન ગિલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, રિયાન પરાગ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ
શ્રીલંકા: ચરિથ અસલાંકા (કેપ્ટન), પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ (વિકેટ કીપર), સદીરા સમરવિક્રમા, નિશાન મદુશ્કા, વાનિન્દુ હસરંગા, ડુનિથ વેલાલાગે, ચમિકા કરૂણારત્ને, મહીશ તિક્ષણા, દિલશાન મધુશંકા, મથીશા પથિરાના








