હવે આ ટૂર્નામેન્ટ માટે થઈ ટીમ ઈન્ડિયાની જાહેરાત, T20 વર્લ્ડ કપ જીતનાર ખેલાડી બન્યો કેપ્ટન
ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત બાદ વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક ટૂર્નામેન્ટ માટે ટી

ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત બાદ વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમની કેપ્ટન્સી T20 વર્લ્ડ કપ જીતનાર ખેલાડીને સોંપવામાં આવી છે. હોંગકોંગ ક્રિકેટ સિક્સિસ ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે.
2007માં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતનાર રોબિન ઉથપ્પાને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતીય ટીમમાં ઉથપ્પા ઉપરાંત 6 અન્ય ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ભરત ચિપલી, કેદાર જાધવ, મનોજ તિવારી, શાહબાઝ નદીમ, શ્રીવત્સ ગોસ્વામી અને સ્ટુઅર્ટ બિન્નીનો સમાવેશ થાય છે.
હોંગકોંગ ક્રિકેટ સિક્સિસ ટૂર્નામેન્ટની આગામી સિઝન આ ટૂર્નામેન્ટની 20મી આવૃત્તિ હશે અને તે 1થી 3 નવેમ્બર દરમિયાન મોંગ કોક, હોંગકોંગના મિશન રોડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ ટૂર્નામેન્ટનું આયોજન સાત વર્ષના લાંબા ગાળા બાદ કરવામાં આવી રહ્યું છે અને તેમાં 12 ટીમો ભાગ લેશે. સાઉથઆફ્રિકા 2017ની આવૃત્તિ જીતીને ડિફેન્ડિંગ ચેમ્પિયન છે.
ટીમ ઈન્ડિયામાં મજબૂત ખેલાડીઓનો સમાવેશ
ટીમ ઈન્ડિયામાં અનુભવી ખેલાડીઓનો સમાવેશ થાય છે કારણ કે તેમાં એવા ખેલાડીઓનો સમાવેશ થાય છે જેઓ વિશ્વભરની વિવિધ ટૂર્નામેન્ટમાં રમી ચૂક્યા છે. ઉથપ્પાએ ટીમ ઈન્ડિયા માટે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન 46 ODI અને 13 T20 મેચ રમી છે. IPLમાં 200 કે તેથી વધુ મેચ રમનાર તે માત્ર 10મો ખેલાડી છે. ટીમના અન્ય 6 સભ્યો પણ IPLમાં રમી ચૂક્યા છે અને તેમને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવાનો ઘણો અનુભવ છે. આ ટૂર્નામેન્ટમાં 12 ટીમો ભાગ લેશે. રસપ્રદ વાત એ છે કે ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપ એટલે કે પૂલ સીમાં રાખવામાં આવ્યા છે.
હોંગકોંગ ક્રિકેટ સિક્સિસ ટૂર્નામેન્ટ માટે ભારતની ટીમ - રોબિન ઉથપ્પા (કેપ્ટન), ભરત ચિપલી, કેદાર જાધવ, મનોજ તિવારી, શાહબાઝ નદીમ, શ્રીવત્સ ગોસ્વામી, સ્ટુઅર્ટ બિન્ની.
હોંગકોંગ ક્રિકેટ સિક્સ 2024 ના જૂથો નીચે મુજબ છે
- પૂલ A: સાઉથ આફ્રિકા (A1), ન્યુઝીલેન્ડ (A2), હોંગકોંગ (A3).
- પૂલ B: ઓસ્ટ્રેલિયા (B1), ઈંગ્લેન્ડ (B2), નેપાળ (B3).
- પૂલ C: ભારત (C1), પાકિસ્તાન (C2), UAE (C3).
- પૂલ D: શ્રીલંકા (D1), બાંગ્લાદેશ (D2), ઓમાન (D3).








