IND vs PAK: પાકિસ્તાન સામે વિરાટ કોહલીની શાનદાર શતક, અનેક રેકોર્ડ કર્યા પોતાના નામે
IND vs PAK: Champions Trophy 2025માં India vs Pakistanની હાઇવૉલ્ટેજ મેચના કારણે દુનિયાભરના ક્રિ

IND vs PAK: Champions Trophy 2025માં India vs Pakistanની હાઇવૉલ્ટેજ મેચના કારણે દુનિયાભરના ક્રિકેટ ચાહકો ઉત્સાહિત હતા. Dubai ના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો ઉમટ્યા હતા. બંને દેશોમાં ક્રિકેટ ફેન્સ દ્વારા પોતાની ટીમના વિજય માટે પૂજા અને પ્રાથના કરવામાં આવી હતી. 242 લક્ષ્યાંકની પીછો કરી રહેલી ભારતીય ટીમે તરફથી વિરાટ કોહલીએ શાનદાર શતક નોંધાવી છે.
ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું બેટ ફરી એકવાર સારું પ્રદર્શન કરી રહ્યું છે. તેણે 15 મહિના પછી ODI ક્રિકેટમાં પોતાની સદી ફટકારી. તેણે રવિવારે (23 ફેબ્રુઆરી) આ સિદ્ધિ હાંસલ કરી. કોહલીએ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં પાકિસ્તાન સામેની મેચમાં 111 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી.
ખરેખર, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 હેઠળ રવિવારે ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે એક મેચ રમાઈ હતી. મેચમાં પાકિસ્તાને 242 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમે 6 વિકેટથી મેચ જીતી લીધી.
મેચમાં કોહલીનું બેટ પૂરજોશમાં હતું. તેણે 111 બોલમાં સદી ફટકારી. આ દરમિયાન તેણે 7 ચોગ્ગા ફટકાર્યા. કોહલીએ ODI ક્રિકેટમાં 15 મહિના પછી આ સદી ફટકારી છે. આ પહેલા તેમણે 15 નવેમ્બર 2023ના રોજ સદીની ઇનિંગ રમી હતી. ત્યારે કોહલીએ વાનખેડે ખાતે ન્યુઝીલેન્ડ સામેની મેચમાં 117 રન બનાવ્યા હતા.
પાકિસ્તાન 241 પર ઓલઆઉટ
પાકિસ્તાનની ટીમ ભારત સામે પૂરી 50 ઓવર્સ રમી શકી નહોતી. પાક. બેટર્સની ધીમી રમત બાદ ટીમે 49.4 ઓવર્સના અંતે 10 વિકેટ ગુમાવીને 241 રન બનાવ્યા હતા. ભારતને આ મેચ જીતવા માટે 242 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.
કોહલીએ અનેક ઐતિહાસિક રેકૉર્ડ પોતાના નામે કર્યા
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ અનેક ઐતિહાસિક રેકૉર્ડ પોતાના નામે કર્યા છે. જેમાં તેમણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરનો જબરદસ્ત રેકૉર્ડ તોડ્યો છે. કોહલી હવે વનડે (ODI) ક્રિકેટમાં સૌથી ઝડપી 14 હજાર રન પૂરા કરવાનો દુનિયાનો પહેલો ખેલાડી બની ગયો છે. જણાવી દઈએ કે, વનડેમાં વિરાટ કોહલી દુનિયામાં માત્ર ત્રીજો બેટર છે, જે 14 હજાર રનને પાર પહોંચ્યો છે. આ અગાઉ સચિન તેંદુલકર અને કુમાર સંગકારા આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે.
કોહલીએ સૌથી ઝડપી 14000 રન કર્યા પૂરા
કોહલીએ આ ઉપલબ્ધિ 299મી વનડે મેચની 287મી ઈનિંગમાં હાંસલ કરી છે. આ પહેલા આ રેકૉર્ડ સચિનના નામે હતો, જેમણે 350મી ઈનિંગમાં આ રેકૉર્ડ બનાવ્યો હતો. સચિન બાદ શ્રીલંકાના કુમાર સંગકારાનો નંબર હતો, જેમણે 378 ઈનિંગ્સમાં 14 હજાર વનડે રન બનાવ્યા હતા.
જણાવી દઈએ કે, ચેમ્પિયન્સ ટ્રૉફીના પહેલા મુકાબલામાં બાંગ્લાદેશ વિરૂદ્ધ 22 રન બનાવ્યા હતા. ત્યારે તેઓ આ ઐતિહાસિક રેકૉર્ડથી માત્ર 15 રન દૂર રહી ગયા હતા. પરંતુ હવે તેમણે પાકિસ્તાન વિરૂદ્ધ દુબઈમાં રમાયેલા આ મુકાબલામાં આ રેકૉર્ડ હાંસલ કરી લીધો છે. કોહલીએ 13મી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો લગાવતા આ રેકૉર્ડ બનાવ્યો છે.
વનડેમાં સૌથી વધુ 50+ સ્કોર
વિરાટ કોહલીએ પાકિસ્તાન સામેના મુકાબલામાં ફિફ્ટી ફટકારી છે. આ સાથે જ તેઓ પોતાના નામે વધુ એક રેકૉર્ડ કરી લીધો છે. વિરાટ કોહલી વનડેમાં સૌથી વધુ 50+ સ્કોર કરનારો બેટર બની ગયો છે. આ મામલે વિરાટ કોહલીએ સચિન તેંદુલકરની બરાબરી કરી લીધી છે. વિરાટ કોહલીએ 23 વખત 50+ સ્કોર કર્યો છે, જ્યારે સચિન તેંદુલકરે પણ 23 વખત 50+ સ્કોર કર્યો હતો. જ્યારે રોહિત શર્માએ 18 વખત, કુમાર સંગકારાએ 17 વખત અને રિકી પોન્ટિંગે 16 વખત 50+ સ્કોર કર્યો હતો.
સૌથી વધુ કેચનો રેકૉર્ડ
દુબઈમાં રમાઈ રહેલા મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ પહેલા બોલિંગ કરી અને પાકિસ્તાનને 241 રન પર ઑલઆઉટ કરી દીધું. પાકિસ્તાનને ઑલઆઉટ કરવામાં વિરાટ કોહલીએ પણ પોતાનું યોગદાન આપ્યું, જેમણે આ દરમિયાન બે કેચ પકડ્યા. જેમાં પહેલા કેચની સાથે જ તેઓ ભારતના સૌથી સફળ ફીલ્ડર બની ગયા. પાકિસ્તાની ઈનિંગની 47મી ઓવરમાં કુલદીપ યાદવના બોલ પર વિરાટ કોહલીએ લૉન્ગ ઑન પર નસીમ શાહનો કેચ પકડ્યો અને તેની સાથે જ તેઓ વનડેમાં સૌથી વધુ કેચ પકડનારા ભારતીય ફીલ્ડર બની ગયા.








