મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs ENG: ભારતનો ક્લીન સ્વીપ, ઇંગ્લેન્ડ સામે 142 રનથી વિજય

IND vs ENG ODI: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની છેલ્લી મેચ અમદાવાદમાં રમાઈ.

IND vs ENG: ભારતનો ક્લીન સ્વીપ, ઇંગ્લેન્ડ સામે 142 રનથી વિજય

IND vs ENG ODI: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની છેલ્લી મેચ અમદાવાદમાં રમાઈ. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતીય ટીમની આ છેલ્લી મેચ હતી. આ મેચ જીતીને ભારતીય ટીમ ઇંગ્લેન્ડને વ્હાઇટવોશ કર્યું છે. આ મેચમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડને જીતવા માટે 357 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે મેચમાં ભારતે 142 રનથી શાનદાર જીત મેળવી છે. ભારતીય ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડને 357 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 356 રન બનાવ્યા હતા. ભારત તરફથી શુભમન ગિલે શાનદાર પ્રદર્શન કરતા સદી ફટકારી હતી. શુભમન ગિલે 102 બોલમાં 112 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 14 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત શ્રેયસ ઐયરે 64 બોલમાં 78 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. ઘણાં સમયથી ફોર્મથી બહાર ચાલી રહેલા વિરાટ કોહલીએ 55 બોલમાં 52 રનની સારી ઇનિંગ રમી હતી.

આદિલ રાશિદે ભારતની 4 વિકેટ ઝડપી

ઇંગ્લેન્ડના લેગ સ્પીનર આદિલ રાશિદે ભારતની 4 વિકેટ ઝડપી હતી. રાશિદે 10 ઓવરમાં 64 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય માર્ક વુડે બે વિકેટ ઝડપી હતી. જ્યારે સાકિબ મહમુદ, ગસ એટકિન્સન અને જો રૂટને એક-એક સફળતા મળી હતી.

શુભમનની સદી, કોહલી અને શ્રેયસની અડધી સદી

અગાઉ, ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ ભારતીય ટીમે 50 ઓવરમાં 356 રન બનાવ્યા હતા. ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. ગયા મેચનો સદી બનાવનાર રોહિત શર્મા બીજી જ ઓવરમાં આઉટ થઈ ગયો હતો. રોહિત ફાસ્ટ બોલર માર્ક વુડની બોલિંગમાં વિકેટકીપર ફિલ સોલ્ટના હાથે કેચ આઉટ થયો હતો. રોહિતે બે બોલમાં ફક્ત 1 રન બનાવ્યો. આ પછી, શુભમન ગિલ અને વિરાટ કોહલીએ જવાબદારી સંભાળી. બંને વચ્ચે બીજી વિકેટ માટે 116 રનની ભાગીદારી થઈ. શુભમન ગિલે 51 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. કોહલીએ 50 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ કોહલીની ODI કારકિર્દીની 73મી અડધી સદી હતી.

ત્રીજી વનડેમાં ભારતીય ટીમનો પ્લેઇંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ.

ત્રીજી વનડેમાં ઇંગ્લેન્ડની પ્લેઇંગ 11: બેન ડકેટ, ફિલ સોલ્ટ (વિકેટકીપર), જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, ટોમ બેન્ટન, ગુસ એટકિન્સન, માર્ક વુડ, આદિલ રશીદ, સાકિબ મહમૂદ.

આ સમાચાર શેર કરો