મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs AUS / ગાબા ટેસ્ટનો બીજો દિવસ ટ્રેવિસ હેડ-સ્ટીવ સ્મિથના નામે રહ્યો, બેકફૂટ પર ટીમ ઈન્ડિયા

બોર્ડર ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25 અંતર્ગત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. ટેસ્ટ સિરીઝની ત્

IND vs AUS / ગાબા ટેસ્ટનો બીજો દિવસ ટ્રેવિસ હેડ-સ્ટીવ સ્મિથના નામે રહ્યો, બેકફૂટ પર ટીમ ઈન્ડિયા

બોર્ડર ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25 અંતર્ગત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબા ખાતે રમાઈ રહી છે. મેચના બીજા દિવસ (15 ડિસેમ્બર) ની રમત સમાપ્ત થઈ ગઈ છે. બીજા દિવસના અંત સુધી ઓસ્ટ્રેલિયન ટીમે તેની પ્રથમ ઈનિંગમાં સાત વિકેટના નુકસાન પર 405 રન બનાવ્યા હતા. એલેક્સ કેરી 45 અને મિચેલ સ્ટાર્ક 7 રન બનાવીને અણનમ છે. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડ (152) અને સ્ટીવ સ્મિથે (101) સદીની ઈનિંગ્સ રમી હતી. જ્યારે ભારત તરફથી જસપ્રીત બુમરાહે અત્યાર સુધીમાં પાંચ વિકેટ ઝડપી છે.

આ પણ વાંચો: IND vs AUS / જસપ્રિત બુમરાહે ગાબામાં ખોલ્યો પંજો, આ મામલે કપિલ દેવથી આગળ નીકળ્યો

આ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાબા મેદાન પર સાત ટેસ્ટ મેચ રમાઈ હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયા 5 મેચ હારી અને એક મેચ ડ્રો રહી. ગાબા ખાતે ટીમ ઈન્ડિયાની એકમાત્ર ટેસ્ટ જીત જાન્યુઆરી 2021માં આવી હતી. ત્યારે ભારતે ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટે હરાવ્યું હતું.

ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ

આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે પ્રથમ દિવસે ભારે વરસાદ પડ્યો હતો. પ્રથમ દિવસે માત્ર 13.2 ઓવર રમાઈ હતી. 80 બોલની આ રમત દરમિયાન ઓસ્ટ્રેલિયન ઓપનરોએ બેટિંગ કરી અને 28 રન બનાવ્યા. એટલે કે કાંગારુ ટીમને પહેલા દિવસે કોઈ નુકસાન નહોતું થયું.

બીજા દિવસે ભારતને જલ્દી સફળતા મળી 

બીજા દિવસની રમતમાં ભારતને જલ્દી સફળતા મળી, જ્યારે ઉસ્માન ખ્વાજાને જસપ્રિત બુમરાહે આઉટ કર્યો. ખ્વાજાએ ત્રણ ચોગ્ગાની મદદથી 21 રન બનાવ્યા હતા. ત્યારબાદ બુમરાહે બીજા ઓપનર નાથન મેકસ્વીની (9 રન) ને પણ આઉટ કર્યો હતો. મેકસ્વીની સેકન્ડ સ્લિપમાં વિરાટ કોહલીના હાથે કેચ આઉટ થયો હતો. આ પછી, સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેન વચ્ચે ત્રીજી વિકેટ માટે 37 રનની પાર્ટનરશિપ થઈ હતી, જેને નીતિશ કુમાર રેડ્ડીએ તોડી હતી. નીતિશે માર્નસ લાબુશેન (12) ને આઉટ કર્યો હતો.

હેડ અને સ્મિથની પાર્ટનરશિપ

75 રનમાં ત્રણ વિકેટ પડી ગયા બાદ સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડની જોડી ક્રિઝ પર સ્થિર થઈ હતી. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 241 રનની પાર્ટનરશિપ થઈ હતી. આ દરમિયાન બંને બેટ્સમેનોએ સદી ફટકારી હતી. હેડે તેની ટેસ્ટ કારકિર્દીની 9મી અને ભારત સામે ત્રીજી સદી ફટકારી હતી. હેડે એડિલેડ ટેસ્ટમાં પણ સદી ફટકારી હતી. સ્મિથે તેની ટેસ્ટ કારકિર્દીની 33મી અને ભારત સામે 10મી સદી ફટકારી હતી.

જસપ્રીત બુમરાહે તોડી પાર્ટનરશિપ

જસપ્રીત બુમરાહે આ મોટી પાર્ટનરશિપનો અંત લાવ્યો. નવા બોલ સાથે બુમરાહે સ્ટીવ સ્મિથને આઉટ કર્યો હતો, સ્મિથે 190 બોલમાં 101 રનની ઈનિંગ રમી જેમાં 12 ચોગ્ગા સામેલ હતા. ત્યારબાદ બુમરાહે મિશેલ માર્શ અને ટ્રેવિસ હેડને એક જ ઓવરમાં આઉટ કરીને 'પંજો' ખોલ્યો હતો. માર્શ 5 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે ટ્રેવિસ હેડ 160 બોલનો સામનો કરીને 152 રન બનાવીને આઉટ થયો હતો. આ ઈનિંગ દરમિયાન તેણે 18 ચોગ્ગા ફટકાર્યા હતા.

હેડના આઉટ થયા પછી, પેટ કમિન્સ અને વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરી વચ્ચે સાતમી વિકેટ માટે 58 રનની પાર્ટનરશિપ થઈ, જેણે ઓસ્ટ્રેલિયાને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું. મોહમ્મદ સિરાજ આ પાર્ટનરશિપને તોડવામાં સફળ રહ્યો હતો. સિરાજે કમિન્સ (20 રન) ને આઉટ કર્યો હતો.

આ સમાચાર શેર કરો