IND vs AUS / 236 રનમાં સમેટાઈ ઓસ્ટ્રેલિયાની ઈનિંગ, હર્ષિત રાણાએ લીધી 4 વિકેટ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ સિડનીમાં રમાઈ રહી છે, આ મેચમાં ઓસ્ટ્રેલિય

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ સિડનીમાં રમાઈ રહી છે, આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ યજમાન ટીમ 46.4 ઓવરમાં માત્ર 236 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. ભારત માટે હર્ષિત રાણાએ સૌથી વધુ 4 વિકેટ લીધી.
પહેલી 2 મેચ જીતીને ઓસ્ટ્રેલિયાની ટીમે સિરીઝ પોતાના નામે કરી લીધી છે, પરંતુ આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા વ્હાઈટવોશ ટાળી શકે છે. આ માટે ભારતને 237 રનનો ટાર્ગેટ મળ્યો છે.
આવી રહી ઓસ્ટ્રેલિયાની ઈનિંગ
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેનાર ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી. ટ્રેવિસ હેડ અને કેપ્ટન મિચેલ માર્શે પ્રથમ વિકેટ માટે 61 રન ઉમેર્યા. મોહમ્મદ સિરાજે હેડ (29 રન) ને આઉટ કરીને આ પાર્ટનરશિપ તોડી. ત્યારબાદ અક્ષર પટેલે માર્શ (41 રન) ને બોલ્ડ કર્યો. આ પછી વોશિંગ્ટન સુંદરે ફોર્મમાં ચાલી રહેલા મેથ્યુ શોર્ટ (30 રન) ને આઉટ કર્યો. ત્યારબાદ એલેક્સ કેરી અને મેથ્યુ રેનશોએ ચોથી વિકેટ માટે 59 રનની પાર્ટનરશિપ કરી. કેરી 24 રન પર હર્ષિત રાણાના બોલ પર આઉટ થયો.
વોશિંગ્ટન સુંદરે મેથ્યુ રેનશોના રૂપમાં ભારતને મોટી સફળતા અપાવી. રેનશોએ 58 બોલમાં બે ચોગ્ગાની મદદથી 56 રન બનાવ્યા. મિશેલ ઓવેન (1 રન) ખાસ કંઈ ન કરી શક્યો અને હર્ષિત રાણાના બોલ પર આઉટ થયો. મિચેલ સ્ટાર્ક પણ 2 રન બનાવીને કુલદીપ યાદવના બોલ પર આઉટ થયો. ત્યારબાદ પ્રસિદ્ધ કૃષ્ણાએ નાથન એલિસને આઉટ કર્યો. જ્યારે હર્ષિત રાણાએ છેલ્લી બે વિકેટ લીધી.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારત: રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.
ઓસ્ટ્રેલિયા: મિચેલ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, મેથ્યુ શોર્ટ, મેટ રેનશો, એલેક્સ કેરી (વિકેટકીપર), કૂપર કોનોલી, મિચેલ ઓવેન, નાથન એલિસ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.








