જય શાહ ICC ચેરમેન બન્યા તો BCCIમાં કોણ લેશે તેમની જગ્યા? આ નામ ચર્ચામાં
જય શાહના ICC ચેરમેન બનવાની શક્યતા છે. 16માંથી 15 સભ્ય તેમનું સમર્થન કરી રહ્યાં છે. જોકે, આ

જય શાહના ICC ચેરમેન બનવાની શક્યતા છે. 16માંથી 15 સભ્ય તેમનું સમર્થન કરી રહ્યાં છે. જોકે, આ સ્પષ્ટ નથી કે જો તે ICCમાં સામેલ થાય છે તો BCCIના સચિવના રૂપમાં તેમની જગ્યા કોણ લેશે? જય શાહ પાસે નિર્ણય લેવા માટે 96 કલાક કરતા પણ ઓછો સમય છે કારણ કે ઓફિશિયલ નોમિનેશન દાખલ કરવાની અંતિમ તારીખ 27 ઓગસ્ટ છે. નવા ICC ચેરમેન 1 ડિસેમ્બરે કાર્યભાર સંભાળશે. સૌથી અમીર ક્રિકેટ બોર્ડમાં વાપસી માટે જરૂરી ત્રણ વર્ષનો કૂલિંગ ઓફ સમય જય શાહ માટે ઓક્ટોબર 2025માં પોતાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ શરૂ થશે. જય શાહ ICC ચેરમેન બન્યા તો BCCIમાં તેમની જગ્યા કોણ લેશે? તેના વિશે જાણીયે...
રાજીવ શુકલા: સંભાવના છે કે BCCI પદોમાં ફેરબદલ કરશે અને વર્તમાન ઉપાધ્યક્ષ રાજીવ શુકલા, જે રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ પણ છે તેમને એક વર્ષ માટે આ પદ સંભાળવા માટે કહેવામાં આવી શકે છે. રાજીવ શુકલાના સચિવ બનવામાં કોઇ આપત્તિ નથી કારણ કે BCCIના ઉપાધ્યક્ષ રબર સ્ટેમ્પ જેવા હોય છે.
આશીષ શેલાર: મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ આશીષ શેલાર છે જે BCCIના કોષાધ્યક્ષ છે અને MCAમાં મોટું નામ છે. આશીષ શેલાર જોકે, એક રાજકારણી છે અને BCCI સચિવ તરીકે તેમનું નામ પણ ચર્ચામાં છે.
અરુણ ધૂમલ: IPL ચેરમેન પાસે બોર્ડ ચલાવવા માટે જરૂરી અનુભવ છે. તે કોષાધ્યક્ષ રહી ચુક્યા છે અને હવે કેશ-રિચ લીગના પ્રમુખ છે. અરુણ ધૂમલ અને રાજીવ શુકલા વચ્ચે પદની અદલા બદલી સૌથી આસાન રીતે થઇ શકે છે પરંતુ અવાર નવાર BCCI એવા નામ સામે રાખે છે જેની કોઇએ કલ્પના પણ નથી કરી.
રોહન જેટલી, અવિષેક ડાલમિયા, દિલશેર ખન્ના, વિપુલ ફડકે અને પ્રભતેજ ભાટિયા જેવા યુવાઓ પર પણ વિચાર કરવામાં આવી શકે છે. જોકે, BCCIના એક પૂર્વ સચિવે કહ્યું કે BCCI તે લોકોને મહત્ત્વ આપે છે જે સિસ્ટમમાં રહ્યાં છે, જેને કારણે કોઇ નવા ચહેરાને ટોચનું પદ મળવું મુશ્કેલ છે.








