ICC T20 Ranking: ટી-20 બેટ્સમેનોની રેન્કિંગમાં સૂર્યકુમારનો તાજ છિનવાયો, આ ખેલાડી બન્યો નંબર-1
એક બાજુ વેસ્ટઈન્ડિઝમાં રમાઈ રહેલો ટી-20 વર્લ્ડકપ અંતિમ તબક્કામાં છે. બીજી બાજુ આજે ICCએ ટી-20 બે

એક બાજુ વેસ્ટઈન્ડિઝમાં રમાઈ રહેલો ટી-20 વર્લ્ડકપ અંતિમ તબક્કામાં છે. બીજી બાજુ આજે ICCએ ટી-20 બેટ્સમેનોની નવી રેન્કિંગ જાહેર કરી છે. જેમાં ભારતીય ટીમના સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવને પછાડીને ઓસ્ટ્રેલિયાનો ખેલાડી ટ્રેવિસ હેડ ટોપ પર પહોંચી ગયો છે.
ટ્રેવિસ હેડ 844 પોઈન્ટ સાથે ટોપ પર પહોંચી ગયો
આઈસીસી દ્વારા જાહેર કરેલી નવી રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવ બીજા સ્થાને સરકી ગયો છે. ટ્રેવિસ હેડે ભારત સામેની સુપર-8 મેચમાં 76 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, જેના કારણે તેના રેન્કિંગમાં ફાયદો થયો હતો. ચાર સ્થાનની છલાંગ લગાવીને 844 પોઈન્ટ સાથે ટોપ પર પહોંચી ગયો છે. જ્યારે સૂર્યકુમાર યાદવના 842 રેટિંગ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે.
ઈંગ્લેન્ડનો ફિલ સોલ્ટ એક સ્થાન ગગડીને ત્રીજા નંબર પર આવી ગયો છે જ્યારે પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ પણ રેન્કિંગમાં એક સ્થાનના નુકસાન સાથે ચોથા નંબર પર પહોંચી ગયો છે. પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન પણ એક સ્થાન ગુમાવીને પાંચમા સ્થાને પહોંચી ગયો છે. ઈંગ્લેન્ડનો કેપ્ટન જોસ બટલર છઠ્ઠા સ્થાને યથાવત છે. જ્યારે ભારતનો ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ નંબર-7 પર યથાવત છે.
રોહિત 13 સ્થાનની છલાંગ લગાવીને 38માં સ્થાને
એઇડન માર્કરામ 8માં નંબર પર છે અને જોનસન ચાર્લ્સ 10માં નંબર પર છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે 92 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. પરિણામે રોહિત 13 સ્થાનની છલાંગ લગાવીને 38માં સ્થાને પહોંચી ગયો છે. વિરાટ કોહલીને ત્રણ સ્થાનનો ફાયદો થયો છે અને તે 47માં સ્થાને પહોંચી ગયો છે.








