મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ICCએ અમેરિકાની T20 લીગ પર મૂક્યો પ્રતિબંધ, સચિન તેંડુલકર સાથે છે આવું કનેક્શન

અમેરિકા છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટની દુનિયામાં પોતાના મૂળિયા મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્

ICCએ અમેરિકાની T20 લીગ પર મૂક્યો પ્રતિબંધ, સચિન તેંડુલકર સાથે છે આવું કનેક્શન

અમેરિકા છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટની દુનિયામાં પોતાના મૂળિયા મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પછી તે T20 વર્લ્ડ કપનું આયોજન હોય કે પછી ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ. જોકે, તેના પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે. ICCએ અમેરિકાની નેશનલ ક્રિકેટ લીગ પર પ્રતિબંધ મુક્યો છે. ICCએ અમેરિકા ક્રિકેટ બોર્ડને પત્ર લખીને જાણ કરી છે કે તે આ લીગની આગામી સિઝનને માન્યતા આપશે નહીં.

લીગમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું
પત્રમાં કહેવામાં આવ્યું છે કે લીગમાં પ્લેઈંગ ઈલેવનના નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું. દરેક ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ઓછામાં ઓછા સાત અમેરિકન ખેલાડીઓ હોવા જોઈએ. લીગ શરૂ થાય તે પહેલા જ અધિકારીઓને આની જાણ હતી. આટલું જ નહીં વિદેશી ખેલાડીઓને લીગમાં તક આપવા માટે અમેરિકાના ઈમિગ્રેશન નિયમો પણ તોડવામાં આવ્યા છે.

વિઝાના નિયમોનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું

અમેરિકામાં સ્પોર્ટ્સ કેટેગરીના વિઝા માટે છ ટીમ માટે ઓછામાં ઓછા બે લાખ યુએસ ડોલરનો ખર્ચ થાય છે. જોકે, ઘણા ખેલાડીઓ સ્પોર્ટ્સ વિઝા પર લીગમાં ભાગ લેવા આવ્યા ન હતા. પૈસા બચાવવા માટે લેવામાં આવેલા આ પગલાથી લીગની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે.

સચિન તેંડુલકર પણ આ લીગનો એક ભાગ છે

ભારતના મહાન બેટિંગ લેજેન્ડ સચિન તેંડુલકરનું આ લીગ સાથે ખાસ જોડાણ છે. સચિન આ લીગના માલિકી જૂથનો ભાગ છે. પોતે આની જાહેરાત કરતાં તેણે કહ્યું, 'ક્રિકેટ મારા જીવનની સૌથી મોટી સફર રહી છે અને અમેરિકામાં આ રમત માટે આવા રોમાંચક સમયે નેશનલ ક્રિકેટ લીગમાં જોડાઈને હું ખુશ છું.'

આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયન ખેલાડીને આઉટ કર્યા બાદ ગુસ્સો કરવો સિરાજને ભારે પડ્યો, ICCએ ફટકાર્યો દંડ

NCLમાં ક્રિકેટ જગતના ઘણા દિગ્ગજો સામેલ છે. તેમાં સુનીલ ગાવસ્કર, ઝહીર અબ્બાસ, વસીમ અકરમ, દિલીપ વેંગસાકર, સર વિવિયન રિચર્ડ્સ, વેંકટેશ પ્રસાદ, સનથ જયસૂર્યા, મોઈન ખાન અને બ્લેર ફ્રેન્કલિનનો સમાવેશ થાય છે. આ તમામ દિગ્ગજ સૈનિકો કોઈને કોઈ ટીમના કોચ અથવા માર્ગદર્શકની ભૂમિકા ભજવવાના હતા.

આ સમાચાર શેર કરો