ઓસ્ટ્રેલિયન ખેલાડીને આઉટ કર્યા બાદ ગુસ્સો કરવો સિરાજને ભારે પડ્યો, ICCએ ફટકાર્યો દંડ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ એડિલેડ ઓવલમાં રમાઈ હતી. આ પિંક બોલ ટેસ્ટમાં કાંગારૂ ટીમે 10 વિકેટે જીત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ એડિલેડ ઓવલમાં રમાઈ હતી. આ પિંક બોલ ટેસ્ટમાં કાંગારૂ ટીમે 10 વિકેટે જીત મેળવી હતી. મેચ બાદ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ઝટકો લાગ્યો છે. ICCએ મેચ ફીના 20 ટકાનો દંડ ફટકાર્યો છે.
આ પણ વાંચો: ભારતને WTC પોઈન્ટ્સ ટેબલમાં થયું મોટું નુકસાન, એક જ ઝટકામાં ગુમાવ્યું ટોપનું સ્થાન, આ નંબર પર સરકી ગઈ ટીમ
ટ્રેવિસ હેડ સાથે ઝઘડતા સિરાજને ફટકાર્યો દંડ
મોહમ્મદ સિરાજને આ સજા મેચમાં ટ્રેવિસ હેડ સાથએ ઝઘડવાને કારણે મળી છે. ICCએ ટ્રેવિસ હેડને કોઈ સજા કરી નથી. ICCએ સિરાજ અને હેડ બંનેને 1-1 ડીમેરિટ પોઈન્ટ આપ્યા છે.
મેચ દરમિયાન બંને ખેલાડી વચ્ચે થયો હતો ઝઘડો
મહત્ત્વપૂર્ણ છે કે એડિલેડ ટેસ્ટ દરમિયાન સિરાજ અને હેડ વચ્ચે ઝઘડો થયો હતો. હેડને આઉટ કર્યા બાદ સિરાજે ગુસ્સામાં તેને આંખો બતાવી હતી અને પેવેલિયન પરત ફરવાનો ઈશારો કર્યો હતો. હેડે પણ પેવેલિયન પરત ફરતા સમયે સિરાજને કંઈ કહ્યું હતું.
ICCએ સિરાજના આચાર સંહિતાના આર્ટિકલ 2.5ના ઉલ્લંઘન માટે દોષી ઠેરવ્યો છે તેના અનુસાર ખેલાડીઓ અથવા સપોર્ટ સ્ટાફ વિરૂદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ પર કાર્યવાહી કરવામાં આવે છે. જ્યારે હેડને આચાર સંહિતાની કલમ 2.13 ઉલ્લંઘનનો દોષી ઠેરવ્યો છે, તેના અનુસાર, ખેલાડીઓ અથવા સપોર્ટ સ્ટાફ વિરૂદ્ધ દુર્વ્યવહાર કરવા પર કાર્યવાહી કરવામાં આવે છે.






