ભારતને WTC પોઈન્ટ્સ ટેબલમાં થયું મોટું નુકસાન, એક જ ઝટકામાં ગુમાવ્યું ટોપનું સ્થાન, આ નંબર પર સરકી ગઈ ટીમ
ઓસ્ટ્રેલિયાની ટીમે બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને 10 વિકેટથી હરાવીને સિરીઝ 1-1થી બરાબર કરી લીધી છે. આ મેચમાં ભારત માટે બેટ્

ઓસ્ટ્રેલિયાની ટીમે બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને 10 વિકેટથી હરાવીને સિરીઝ 1-1થી બરાબર કરી લીધી છે. આ મેચમાં ભારત માટે બેટ્સમેનો ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા. જ્યારે ટીમ ઈન્ડિયાની બેટિંગ લાઈનમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ જેવા બેટ્સમેન છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં 180 રન અને બીજી ઈનિંગમાં માત્ર 175 રન બનાવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં 337 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ભારતે ઓસ્ટ્રેલિયાને માત્ર 19 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે ઓસ્ટ્રેલિયાએ સરળતાથી ચેઝ કરી લીધો હતો.
આ પણ વાંચો: ભારતીય ક્રિકેટ માટે 'ડાર્ક ડે' સાબિત થયો 8 ડિસેમ્બર, એક જ દિવસમાં હાર્યા ત્રણ મેચ
ઓસ્ટ્રેલિયાની ટીમ નંબર વન પર પહોંચી
ભારત સામેની બીજી મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ WTCના પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. તેને બે સ્થાનનો ફાયદો થયો છે. ઓસ્ટ્રેલિયાએ કુલ 14 મેચ રમી છે, જેમાંથી 9 જીતી છે અને તેનું PCT 60.71 છે. તો બીજી તરફ ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન થયું છે. ટીમ ઈન્ડિયા પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પરથીથી સીધી ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી 16 મેચ રમી છે જેમાંથી 9માં જીત અને 6માં હાર મળી છે. તેનું PCT 57.29 છે.
હજુ પણ ફાઈનલમાં પહોંચવાની આશા છે
WTCની ફાઈનલ મેચ આવતા વર્ષે જૂનમાં લોર્ડ્સમાં રમાશે. પોઈન્ટ્સ ટેબલમાં ટોપ-2માં સ્થાન મેળવનારી બે ટીમ ફાઈનલ માટે ક્વોલિફાય થશે. ટીમ ઈન્ડિયા પાસે હજુ પણ ફાઈનલમાં પહોંચવાની તક છે. ટીમ ઈન્ડિયા પાસે હજુ ત્રણ ટેસ્ટ મેચ બાકી છે, જે તેણે ઓસ્ટ્રેલિયા સામે જ રમવાની છે. જો ભારત આ ત્રણેય મેચ જીતી જાય છે, તો તે WTCના ફાઈનલમાં પહોંચી શકે છે.
આ મેચમાં નીતિશ રેડ્ડી સૌથી સફળ ભારતીય બેટ્સમેન હતો
પિંક બોલ ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનો ઓસ્ટ્રેલિયાના બોલરો સામે ટકી ન શક્યા અને ખરાબ રીતે ફ્લોપ થયા હતા. નીતીશ રેડ્ડીએ બંને ઈનિંગમાં ભારત માટે સૌથી વધુ 42-42 રન બનાવ્યા હતા. પરંતુ બાકીના ખેલાડીઓ તેને સપોર્ટ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ કારણે ટીમ ઈન્ડિયા બંને ઈનિંગમાં 200 રનનો આંકડો પણ પાર ન કરી શકી. દરેકને આશા હતી કે ટીમ ઈન્ડિયા ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયા સામે કમબેક કરશે.






