ICCએ T-20 વર્લ્ડ કપ માટે યુએસ $11.25 મિલિયનના પુરસ્કારની કરી જાહેરાત
ICCએ T-20 વર્લ્ડ કપ માટે યુએસ $11.25 મિલિયનના અભૂતપૂર્વ પુરસ્કારની જાહેરાત કરી છે. વિજેતાઓ

ICCએ T-20 વર્લ્ડ કપ માટે યુએસ $11.25 મિલિયનના અભૂતપૂર્વ પુરસ્કારની જાહેરાત કરી છે. વિજેતાઓને યુએસ $2.45 મિલિયન મળશે.
વિજેતા ટીમને રેકોર્ડ બ્રેક ઈનામી રકમ મળશે
T20 વર્લ્ડ કપ 2024 જીતનારી ટીમને અંદાજે રૂ. 20.36 કરોડ ($2.45 મિલિયન) મળશે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત વિજેતા ટીમને આટલી રકમ મળશે. જ્યારે ફાઇનલમાં હારનાર ટીમ એટલે કે રનર અપને અંદાજે રૂ. 10.64 કરોડ ($1.28 મિલિયન) મળશે.
જ્યારે સેમિફાઇનલમાં પહોંચનારી બાકીની બે ટીમોને સમાન રકમ રૂ. 6.54 કરોડ ($787,500) આપવામાં આવશે. આ વખતે T20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લઈ રહી છે. દરેક ટીમને ICC દ્વારા અમુક રકમ આપવામાં આવશે. સુપર-8 (બીજા રાઉન્ડ)થી આગળ ન વધતી દરેક ટીમને $382,500 (અંદાજે રૂ. 3.17 કરોડ) મળશે.
ICCનું અંદાજે રૂ. 93.51 કરોડનું બજેટ
9 થી 12 સ્થાને આવનાર દરેક ટીમને $247,500 (અંદાજે રૂ. 20.57 કરોડ) મળશે. જ્યારે 13થી 20 ક્રમે રહેલી ટીમોને દરેકને $225,000 (અંદાજે રૂ. 1.87 કરોડ) મળશે. આ સિવાય, મેચ જીતવા પર (સેમી ફાઈનલ અને ફાઈનલ સિવાય) ટીમોને વધારાના $31,154 (અંદાજે 25.89 લાખ રૂપિયા) મળશે. T20 વર્લ્ડ કપ માટે કુલ $11.25 મિલિયન (અંદાજે રૂ. 93.51 કરોડ)ની ઈનામી રકમ નક્કી કરવામાં આવી છે.
T20 વર્લ્ડ કપની ઈનામી રકમ
- વિજેતા: આશરે રૂ. 20.36 કરોડ
- રનર-અપ: રૂ. 10.64 કરોડ
- સેમી-ફાઇનલ: રૂ. 6.54 કરોડ
- જો બીજા રાઉન્ડમાં બહાર થઈ જાય તોઃ રૂ. 3.17 કરોડ
- 9માથી 12મા સ્થાને રહેલી ટીમોઃ રૂ. 2.05 કરોડ
- 13માથી 20મા સ્થાન સુધીની ટીમોઃ 1.87 કરોડ
- રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 માં જીત: રૂ. 25.89 લાખ








