મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ગ્લેન મેક્સવેલે IPLની અધવચ્ચે જ છોડ્યો RCBનો સાથ, આ કારણે ટૂર્નામેન્ટમાંથી થયો બહાર

ઓસ્ટ્રેલિયાના ઓલ રાઉન્ડર ગ્લેન મેક્સવેલે IPL 2024માં પોતાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ

ગ્લેન મેક્સવેલે IPLની અધવચ્ચે જ છોડ્યો RCBનો સાથ, આ કારણે ટૂર્નામેન્ટમાંથી થયો બહાર

ઓસ્ટ્રેલિયાના ઓલ રાઉન્ડર ગ્લેન મેક્સવેલે IPL 2024માં પોતાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB)નો સાથ છોડી દીધો છે. તે અનિશ્ચિતકાળ માટે IPL 2024માંથી બહાર થઇ ગયો છે. IPLની આ સીઝનમાં તેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું.મુંબઇ ઇન્ડિયન્સ સામે તેને ઇજા પણ થઇ હતી પરંતુ તે હવે ટૂર્નામેન્ટમાંથી ખસી ગયો છે. 

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને ગ્લેન મેક્સવેલે જણાવ્યું કે તે માનસિક અને શારીરિક થાકને કારણે IPL 2024માંથી ખસી ગયો છે. જોકે, તેને કહ્યું કે તે જો જલ્દી માનસિક અને શારીરિક થાકમાંથી સ્વસ્થ થાય છે તો IPL 2024ની બાકી રહેલી મેચમાં ટીમમાં પરત ફરી શકે છે.

IPL 2024માં RCBનું ખરાબ પ્રદર્શન

ગ્લેન મેક્સવેલે માનસિક અને શારીરિક થાકને કારણે IPLમાં અનિશ્ચિતકાલ માટે બ્રેક લીધો છે જ્યારે ટી-20 કેપ્ટન મિશેલ માર્શ હેમસ્ટ્રિંગની ઇજા બાદ ઓસ્ટ્રેલિયામાં છે અને બોર્ડની મેડિકલ ટીમ તેના પર નજર રાખી રહી છે. 

RCBની વાત કરીએ તો ટીમ IPL 2024માં પોઇન્ટ ટેબલમાં સૌથી અંતિમ સ્થાન પર છે. RCBએ સાત મેચમાંથી માત્ર એક મેચમાં જ જીત મેળવી છે.

મેક્સવેલને હૈદરાબાદ સામે નહતી મળી તક

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB)એ IPL 2024ની પોતાની સાતમી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ગ્લેન મેક્સવેલને તક આપી નહતી. ખરાબ પ્રદર્શનને કારણે તેનું સિલેક્શન થયું નહતું. ગ્લેન મેક્સવેલે આઇપીએલની આ સિઝનમાં 6 મેચમાં માત્ર 32 રન જ ફટકાર્યા છે. ત્રણ વખત તે ખાતુ ખોલાવ્યા વગર જ 0 રન પર આઉટ થયો હતો. મેક્સવેલે ચાર વિકેટ ઝડપી હતી. 

આ સમાચાર શેર કરો