રોહિત શર્મા-કોહલીના સપોર્ટમાં ઉતર્યો ગંભીર, ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા હેડ કોચની પ્રેસ કોન્ફરન્સ
ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં ઘર આંગણે 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર

ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં ઘર આંગણે 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારને કારણે ભારતીય ટીમ માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવું પડકાર બની ગયો છે. હવે ભારતીય ટીમે ફાઇનલમાં જગ્યા બનાવવા માટે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પાંચ મેચની ટેસ્ટ સિરીઝને 4-0થી જીતવી પડે.ઓસ્ટ્રેલિયાના પ્રવાસે રવાના થયા પહેલા ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ગંભીરે વિરાટ કોહલી-રોહિત શર્માનો બચાવ પણ કર્યો હતો.
રોહિત શર્મા બહાર થયો તો પ્રથમ ટેસ્ટમાં કોણ કરશે ઓપનિંગ?
શું રોહિત શર્મા પ્રથમ ટેસ્ટ મેચ રમશે? ગંભીરે કહ્યું, 'રોહિત શર્માને લઇને કોઇ પૃષ્ટિ થઇ નથી. આશા છે કે તે રમશે. સિરીઝ શરૂ થયા પહેલા તમને તમામ સવાલના જવાબ મળી જશે. રોહિત શર્માની ગેરહાજરીમાં કેએલ રાહુલ અને અભિમન્યુ ઇશ્વરન અમારા માટે ઓપનિંગ વિકલ્પ છે. હું તમને પ્લેઇંગ-11 વિશે નથી જણાવી શકતો, અમે બેસ્ટ કોમ્પિનેશન સાથે ઉતરીશું. બુમરાહ વાઇસ કેપ્ટન છે માટે રોહિતની ગેરહાજરીમાં તે નિશ્ચિત રીતે કેપ્ટન બનશે.'
ગૌતમ ગંભીરે કેએલ રાહુલને લઇને પણ વાત કરી હતી. ગંભીરે કહ્યું, 'કેએલ રાહુલ ઓપનિંગ કરી શકે છે, તે નંબર-3 પર બેટિંગ પણ કરી શકે છે, તે નંબર-6 પર પણ બેટિંગ કરી શકે છે. આ સારી વાત છે, ઘણા ખેલાડી આવા વિક્લપ નથી આપી શકતા.'
નીતિશ-હર્ષિતની પણ કરી પ્રશંસા
ગંભીરે કહ્યું, 'હર્ષિત રાણા રણજી ટ્રોફીમાં આસામ વિરૂદ્ધ રમ્યો છે અને તેને સારૂ પ્રદર્શન કર્યું છે. અમને લાગે છે કે તેની પાસે પુરતો બોલિંગ અનુભવ છે. અમે સારી ટીમ પસંદ કરી છે. હવે આગળ વધવાનું છે, જ્યારે જરૂર પડશે નીતિશ રેડ્ડી અમારા માટે કામ કરશે. આપણે જાણીયે છીએ કે તે (નીતિશ) કેટલો પ્રતિભાશાળી છે. જો તેને તક મળે તો તે ટીમ માટે સારૂ પ્રદર્શન કરશે.'
આ પણ વાંચો: BGT 2024-25 / ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટ માટે જાહેર કરી ટીમ, ભારત સામે પર્થમાં ડેબ્યુ કરી શકે છે આ ઓપનર
વિરાટ કોહલી-રોહિત શર્માના સપોર્ટમાં ઉતર્યો ગંભીર
ગૌતમ ગંભીરે રોહિત શર્મા અને વિરાટ કોહલીને લઇને પણ વાત કરી હતી. ટીમ ઇન્ડિયાના હેડ કોચે કહ્યું, 'રોહિત શર્મા અને વિરાટ કોહલીના ફોર્મને લઇને કોઇ ચિંતા નથી, તેમને અવિશ્વનીય રીતે સારૂ પ્રદર્શન કર્યું છે, તેમને ભારતીય ક્રિકેટ માટે ઘણુ અચીવ કર્યું છે અને તે ભવિષ્યમાં પણ આમ કરશે. ગત સિરીઝમાં જે થયું તે બાદ ડ્રેગિંસ રૂમમાં ઘણી ભૂખ છે.'
ગૌતમ ગંભીરે ન્યૂઝીલેન્ડ સિરીઝની હાર પર કહ્યું, 'હું પોતાનો બચાવ નહીં કરૂ, અમે આ સમયે જે ટિકાનો શિકાર થઇ રહ્યાં છીએ, તેના અમે હકદાર છીએ. હું ટ્રાન્જિશન વિશે નથી વિચારી રહ્યો. હું અત્યારે માત્ર ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝ વિશે વિચારી રહ્યો છું. આ સમયે ધ્યાન ટેસ્ટ સિરીઝ પર થવું જોઇએ.અમારી પાસે કેટલાક અનુભવી ખેલાડી છે જે આ પરિસ્થિતિમાં રમી ચુક્યા છે. યુવા ખેલાડી માટે આ સૂચન મહત્ત્વપૂર્ણ બનશે. પ્રથમ ટેસ્ટ પહેલા અમારી પાસે તૈયારી માટે 10 દિવસ છે.'








