BGT 2024-25 / ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટ માટે જાહેર કરી ટીમ, ભારત સામે પર્થમાં ડેબ્યુ કરી શકે છે આ ઓપનર
ઓસ્ટ્રેલિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ટીમની જાહેરાત કરી છે. જો કે, હાલમાં તેણે પર્થમાં ર

ઓસ્ટ્રેલિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ટીમની જાહેરાત કરી છે. જો કે, હાલમાં તેણે પર્થમાં રમાનારી સિરીઝની પ્રથમ ટેસ્ટ માટે જ ટીમની જાહેરાત કરી છે. 13 સભ્યોની ટીમમાં બે નવા ચહેરાઓને તક મળી છે, જેમાંથી એક પર્થ ટેસ્ટઅમ ટીમ ઈન્ડિયા સામે ડેબ્યુ કરે તેવી શક્યતા છે. તે ઓપનિંગમાં ઉસ્માન ખ્વાજાનો પાર્ટનર બની શકે છે. અમે વાત કરી રહ્યા છીએ 25 વર્ષના બેટ્સમેન નાથન મેક્સ્વીને વિશે, ઓસ્ટ્રેલિયન મીડિયા અનુસાર, તેનું પર્થમાં ટેસ્ટ ડેબ્યુ નિશ્ચિત માનવામાં આવે છે. આ સિવાય જોશ ઈંગ્લિશે પણ ટેસ્ટ ટીમમાં સરપ્રાઈઝ એન્ટ્રી કરી છે. જોકે, તે પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવી શકશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.
નાથનને કેમ મળી તક?
25 વર્ષીય બેટ્સમેન નાથન મેક્સ્વીને ઓપનિંગ રેસમાં આગળ હતો. તેની પસંદગીની સંપૂર્ણ અપેક્ષા હતી કારણ કે, તેણે અન્ય દાવેદારો કરતાં ઈન્ડિયા A સામે ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. રિકી પોન્ટિંગ અને ટિમ પેઈન જેવા દિગ્ગજોએ પણ બીજા ઓપનરની ભૂમિકા માટે તેનું નામ લીધું હતું. નાથન તાજેતરમાં સમાપ્ત થયેલી ઈન્ડિયા A સામેની બે મેચમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. તેણે 55.33ની એવરેજથી 166 રન બનાવ્યા હતા.
જોશ ઈંગ્લિસની ટેસ્ટ ટીમમાં એન્ટ્રી
વ્હાઈટ બોલ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયન ટીમના વિકેટકીપર અને વર્તમાન કેપ્ટન જોશ ઈંગ્લિસે ટેસ્ટ ટીમમાં આશ્ચર્યજનક રીતે એન્ટ્રી કરી છે. શેફિલ્ડ શીલ્ડ ટુર્નામેન્ટમાં તેના શાનદાર પ્રદર્શનના કારણે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જોકે, પ્લેઈંગ ઈલેવનમાં તેની જગ્યા બનાવવાની શક્યતાઓ ઓછી છે.
પર્થ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયા ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, સ્ટીવ સ્મિથ, એલેક્સ કેરી, માર્નસ લાબુશેન, સ્કોટ બોલેન્ડ, નાથન લિયોન, મિશેલ માર્શ. નાથન મેક્સ્વીને, જોશ ઈંગ્લિસ, જોશ હેઝલવુડ.
22 નવેમ્બરથી શરૂ થશે સિરીઝ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટેસ્ટ મેચોની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 22મી નવેમ્બરથી શરૂ થઈ રહી છે, જેની પ્રથમ મેચ પર્થમાં રમાશે.








