ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ગંભીરની થશે અગ્નિપરીક્ષા, ગૌતમનું કદ વેતરવાની તૈયારી!
ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં વ્હાઈટવોશ બાદ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર પાંચ મેચોન

ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં વ્હાઈટવોશ બાદ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે. આ ટેસ્ટ સીરિઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ(WTC)ની ફાઈનલ માટે ક્વોલિફિકેશનની દૃષ્ટિએ પણ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જોકે, બીજી તરફ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરની પણ અગ્નિપરીક્ષા થશે.
આ પણ વાંચો: BCCIએ રોહિત શર્મા અને ગૌતમ ગંભીર સાથે યોજી 6 કલાક લાંબી બેઠક, આ પ્રશ્નોની થઈ ચર્ચા
ગૌતમ ગંભીર હાલમાં ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનો મુખ્ય કોચ છે. ન્યૂઝીલેન્ડ સામે ભારતની કારમી હાર બાદ ગૌતમ ગંભીર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. લગભગ ચાર મહિના પહેલા ગંભીરે મુખ્ય કોચનું પદ સંભાળ્યું હતું. પરંતુ તેમના કોચિંગ હેઠળ ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસમાં વનડે સીરિઝ હારી ગઈ હતી. અને ત્યારબાદ ન્યૂઝીલેન્ડ સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.
VVS લક્ષ્મણને ટેસ્ટમાં બનાવી શકાય છે કોચ
એક અહેવાલમાં દાવો કરાયો છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) હવે વ્હાઈટ બોલ અને રેડ બોલ ક્રિકેટ માટે અલગ-અલગ કોચની નિમણૂક કરવા પર વિચાર કરી રહ્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં VVS લક્ષ્મણ જેવા અનુભવી ખેલાડીને મુખ્ય કોચ બનાવી શકાય છે. જ્યારે ગૌતમ ગંભીર વ્હાઈટ બોલની ટીમના મુખ્ય કોચ બની શકે છે.






