ન્યુઝીલેન્ડ સામેની હાર બાદ આગામી સીરિઝમાં કપાશે ગંભીરનું પત્તું, આ ખેલાડીને સોંપાશે જવાબદારી!
ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ટેસ્ટ સીરિઝમાં 3-0થી હ

ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ટેસ્ટ સીરિઝમાં 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલી વખત બન્યું હતું કે, જ્યારે કોઈ ટીમે ભારતમાં ત્રણ મેચની ટેસ્ટ સીરિઝમાં ભારતના સૂપડાં સાફ કરી નાખ્યા હોય. રોહિત શર્માની કેપ્ટન્સી અને ગૌતમ ગંભીરના કોચિંગમાં ભારતને આ શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે આગામી સીરિઝ રમશે, જેમાં ગંભીર કોચ તરીકે જોવા મળશે નહીં.
આ પણ વાંચોઃ- રોહિત કે વિરાટ નહીં... આ છે ભારતની હારનો સૌથી મોટો ગુનેગાર, હરભજન સિંહે જણાવ્યું
ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા પ્રવાસ પર ચાર મેચોની ટી-20 સીરિઝ રમશે, જે 8 નવેમ્બરથી શરૂ થશે, જ્યારે તે 15 નવેમ્બરે પૂરી થશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા રવાના થવાની છે. આવી સ્થિતિમાં ગંભીર માટે ટીમ ઈન્ડિયા સાથે આફ્રિકા પ્રવાસ પર જવું શક્ય નહીં બને.
અહેવાલો અનુસાર, ટીમ ઈન્ડિયા 4 નવેમ્બરની આસપાસ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે રવાના થશે. આવી સ્થિતિમાં ગંભીર માટે ટીમ ઈન્ડિયા સાથે જવું શક્ય નહીં બને. તેથી ગંભીરના સ્થાને વીવીએસ લક્ષ્મણ આફ્રિકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે જોવા મળશે. આવું એટલા માટે થશે કારણ કે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી સીરિઝ અગાઉ નક્કી કરવામાં આવી ન હતી. લક્ષ્મણની સાથે સાઈરાજ બહુતુલે, ઋષિકેશ કાનિટકર અને સુભદીપ ઘોષ પણ આફ્રિકા પ્રવાસ પર કોચિંગ સ્ટાફમાં જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે વીવીએસ લક્ષ્મણ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે જોવા મળશે. રાહુલ દ્રવિડના કાર્યકાળ દરમિયાન આ પહેલા પણ ઘણી વખત આવું બન્યું છે જ્યારે લક્ષ્મણે મુખ્ય કોચની જવાબદારી સંભાળી છે.
સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, તિલક વર્મા, જિતેશ શર્મા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રમણદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વૈશ્નોઈ, અર્શદીપ સિંહ, વિજયકુમાર ખાન, યશ દયાલ.








