રોહિત કે વિરાટ નહીં... આ છે ભારતની હારનો સૌથી મોટો ગુનેગાર, હરભજન સિંહે જણાવ્યું
ટીમ ઈન્ડિયાની ક્લીન સ્વીપ હારથી ભારતીય ક્રિકેટમાં હંગામો મચી ગયો છ

ટીમ ઈન્ડિયાની ક્લીન સ્વીપ હારથી ભારતીય ક્રિકેટમાં હંગામો મચી ગયો છે. અનુભવી ખેલાડીઓ ભારતીય પીચોને લઈને બોર્ડની ઘણી ટીકા કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્પિનર હરભજન સિંહે સ્પષ્ટ કહ્યું છે કે, ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં એવી પીચનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જ્યાં કોઈ પણ વ્યક્તિ કોઈને પણ આઉટ કરી શકે છે. અહીં અનુભવીઓ શેન વોર્ન, મુથૈયા મુરલીધરન અને સકલેન મુશ્તાકને બોલાવવાની જરૂર નથી. 3 મેચની ટેસ્ટ સીરિઝમાં ન્યૂઝીલેન્ડના સ્પિન બોલરોએ પોતાની સ્પિન વડે ભારતીય બેટ્સમેનોને સરળતાથી ફસાવી દીધા હતા. ભારતીય ટીમ પહેલી વખત ઘરઆંગણે 3 મેચની ટેસ્ટ સીરિઝ 0-3થી હારી છે.
આ પણ વાંચોઃ- IND vs NZ / ટીમ ઈન્ડિયાની હાર પર સચિન તેંડુલકરે ઉઠાવ્યા સવાલ, પૂછ્યું- 'શું તૈયારીમાં...'
હરભજન સિંહે સોશિયલ મીડિયા X પર લખ્યું, 'ટર્નિંગ પીચો તમારી જ દુશ્મન બની રહી છે. અભિનંદન ન્યૂઝીલેન્ડ તમે અમને પાછળ છોડી દીધા છે. હું ઘણા વર્ષોથી કહી રહ્યો છું કે, ભારતીય ટીમને વધુ સારી પીચો પર રમવાની જરૂર છે. આ ટર્નિંગ પીચો દરેક બેટ્સમેનને ખૂબ જ સામાન્ય બનાવે છે.' ભારતીય ટીમની આ હારની અસર WTC પોઈન્ટ ટેબલ પર પણ પડી છે. ટીમ ઈન્ડિયા WTC પોઈન્ટ ટેબલમાં પહેલાથી બીજા સ્થાને ખસી ગઈ છે.
યોગ્ય નથી લાગતું વિરાટ-રોહિતનું દુલીપ ટ્રોફીમાં રમવું
ન્યુઝીલેન્ડ સામેની સમગ્ર સીરિઝ દરમિયાન રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ રન માટે તરસી રહ્યા હતા. આ દિગ્ગજ ખેલાડીઓ ઘરઆંગણે એવી રીતે રમતા હતા જાણે કે સ્પિન સામે કેવી રીતે રમવું તે જાણતા ન હોય. જ્યારે સ્ટાર ખેલાડીઓને તેમના ફ્રી ટાઈમમાં ડોમેસ્ટિક મેચ રમવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેમાંથી ઘણાએ વિદેશ પ્રવાસની યોજના બનાવી હતી. વિરાટ કોહલી અને રોહિત શર્માએ આ ટેસ્ટ સીરિઝની તૈયારી માટે દુલીપ ટ્રોફીમાં રમવું યોગ્ય નથી લાગતું.
'આ પીચો 2-3 દિવસની ટેસ્ટ મેચો માટે તૈયાર કરાઈ છે'
હરભજને કહ્યું, 'અગાઉની પેઢીના બેટ્સમેનો આવી પીચો પર ક્યારેય રમ્યા નથી. આ પીચો બે-ત્રણ દિવસની ટેસ્ટ મેચો માટે તૈયાર કરવામાં આવી છે. ટીમને આઉટ કરવા માટે તમારે આ પીચો પર મુરલી, વોર્ન કે સકલેનની જરૂર નથી. કોઈ પણ વ્યક્તિ કોઈને પણ આઉટ કરી શકે છે.' ભારતીય ટીમનો આગામી પ્રવાસ ઓસ્ટ્રેલિયાનો છે જ્યાં તેને 5 મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે. સીરિઝની પહેલી ટેસ્ટ મેચ 22 નવેમ્બરથી પર્થમાં રમાશે.








