મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

INDVsENG: અમદાવાદમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી, ભારતીય ટીમમાં ત્રણ બદલાવ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રીજી વન ડે મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને

INDVsENG: અમદાવાદમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી, ભારતીય ટીમમાં ત્રણ બદલાવ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રીજી વન ડે મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારત પ્રથમ બેટિંગ કરશે. ભારત ત્રણ મેચની વન ડે સિરીઝમાં 2-0થી આગળ છે.

ભારતીય ટીમમાં વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ અને અર્શદીપ સિંઘનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ મેચ માટે ભારતીય ટીમમાં ત્રણ બદલાવ કરવામાં આવ્યા છે. રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે જ્યારે વરૂણ ચક્રવર્તી ઇજાને કારણે બહાર છે. કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર અને અર્શદીપ સિંહનો આ ટીમમાં સમાવેશ કરાયો છે.

બન્ને ટીમ આ રીતે છે

ભારત- રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ

ઇંગ્લેન્ડ: ફિલ સોલ્ટ, બેન ડકેટ, જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (કેપ્ટન), ટોમ બેન્ટન, લિયામ લિવિંગસ્ટોન, ગેસ એટકિન્સન, આદિલ રાશિદ, માર્ક વુડ, સાકિબ મહમુદ

આ સમાચાર શેર કરો