મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Wimbledon Final 2024: જોકોવિચને હરાવીને કાર્લોસ અલ્કારાઝ બન્યો ચેમ્પિયન

ટેનિસ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ વિમ્બલ્ડન 2024ની ફાઈનલ મેચ રવિવારે રમાઈ હતી. જેમાં 21 વર્ષીય સ્પેનના કાર્લોસ અલ્કારાઝ

Wimbledon Final 2024: જોકોવિચને હરાવીને કાર્લોસ અલ્કારાઝ બન્યો ચેમ્પિયન

ટેનિસ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ વિમ્બલ્ડન 2024ની ફાઈનલ મેચ રવિવારે રમાઈ હતી. જેમાં 21 વર્ષીય સ્પેનના કાર્લોસ અલ્કારાઝે ઈતિહાસ રચી દીધો હતો. ફાઇનલમાં સર્બિયાના સ્ટાર ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચને હરાવીને ચેમ્પિયન બન્યો છે.

અલ્કારાઝ અને જોકોવિચ વચ્ચેની આ ટાઈટલ મેચ 2 કલાક અને 27 મિનિટ સુધી ચાલી હતી. અલ્કારાઝે શરૂઆતથી જ મેચમાં પોતાનું વર્ચસ્વ જમાવી  રાખ્યું હતું. અલ્કારાઝે પ્રથમ પહેલા બે સેટ જીત હતા. જોકે, ત્રીજા સેટમાં જોકોવિચે શાનદાર વાપસી કરી હતી પરંતુ તે જીતી શક્યો નહોતો.

ગત વર્ષે અલ્કારેઝે જોકોવિચને જ હરાવી પ્રથમ વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું હતું

તમને જણાવી દઈએ કે, ગત વર્ષે પણ અલ્કારેઝે  જોકોવિચને હરાવીને તેનું પ્રથમ વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું હતું. ત્યારે આજે સતત બીજી વાર ફાઈનલમાં હરાવીને બીજું વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું છે. 

સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ્સ (પુરુષ સિંગલ્સ)

37- નોવાક જોકોવિચ
31- રોજર ફેડરર
30- રાફેલ નડાલ
19- ઇવાન લેન્ડલ
18- પીટ સેમ્પ્રાસ

આ સમાચાર શેર કરો