IPL Auctionને લઇને મોટું અપડેટ, ભારત-યુએઇમાં નહીં પણ આ દેશમાં થશે હરાજી
IPL 2025ની હરાજીને લઈને ક્રિકેટ ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. બીસીસીઆઈએ તમામ ફ્રેન્ચાઈઝીના માલિકો સાથે બેઠક પણ કરી છે. આ વખ

IPL 2025ની હરાજીને લઈને ક્રિકેટ ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. બીસીસીઆઈએ તમામ ફ્રેન્ચાઈઝીના માલિકો સાથે બેઠક પણ કરી છે. આ વખતે ઘણા નવા નિયમો લાગુ થશે. જોકે, IPL ઓક્શનને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ વખતે મેગા ઓક્શનનું આયોજન ભારત અને દુબઈમાં નહીં પરંતુ અન્ય આરબ દેશમાં થવા જઈ રહ્યું છે. બીસીસીઆઈ આ અંગે વિચાર કરી રહી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સાઉદી અરેબિયામાં મેગા ઓક્શન યોજવા પર વિચાર કરી રહ્યું છે. જો કે, સાઉદી અરેબિયાના કયા શહેરમાં મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવશે? જેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ આ વખતે જેદ્દાહ શહેરમાં હરાજી યોજાય તેવી શક્યતા છે. UAE આ વખતે BCCIની પહેલી પસંદ નથી.
ક્રિકબઝના અહેવાલ મુજબ, IPL હરાજી માટે લંડનને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું હતું. પરંતુ બીસીસીઆઈએ ઠંડા વાતાવરણને કારણે યુકેમાં મેગા ઓક્શનનું આયોજન ન કરવાનો નિર્ણય લીધો હતો. બીસીસીઆઈ હવે એવી જગ્યા શોધી રહી છે જ્યાં બે દિવસમાં હરાજી થઈ શકે.
ધોનીને લઈને મોટું અપડેટ
દરમિયાન, પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના પૂર્વ કેપ્ટન ધોની આગામી સિઝનમાં રમશે કે નહીં તે ફાઈનલ નથી. ફ્રેન્ચાઇઝીના ચીફ અધિકારી મામલે ધોનીને મળશે. એવી અપેક્ષા છે કે ધોની અને CSK વચ્ચેની બેઠક મુંબઈમાં યોજાશે. આ બેઠક ઓક્ટોબરમાં થઈ શકે છે. ધોની ગયા મહિને અમેરિકામાં હતો. તે હાલમાં જ ભારત પરત ફર્યો છે.








