T20 વર્લ્ડકપમાં પેટ કમિન્સે રચ્યો ઇતિહાસ, સતત બીજી મેચમાં ઝડપી હેટ્રિક
T20 વર્લ્ડકપ 2024માં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સે ઇતિહાસ રચ્યો છે. પેટ કમિન્સે

T20 વર્લ્ડકપ 2024માં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સે ઇતિહાસ રચ્યો છે. પેટ કમિન્સે સતત બીજી મેચમાં હેટ્રિક ઝડપી છે. સુપર-8માં બાંગ્લાદેશ વિરૂદ્ધ પ્રથમ મેચમાં હેટ્રિક લીધા બાદ ઓસ્ટ્રેલિયન બોલર પેટ કમિન્સે હવે અફઘાનિસ્તાન વિરૂદ્ધ પણ પોતાની હેટ્રિક પુરી કરી છે. પેટ કમિન્સની T20 કરિયરની બીજી હેટ્રિકની સાથે T20 વર્લ્ડકપના ઇતિહાસની આ 8મી હેટ્રિક છે.
પેટ કમિન્સના હેટ્રિક લેવાની રીત પણ બન્ને મેચમાં એક જેવી જ રહી હતી. બાંગ્લાદેશ વિરૂદ્ધ તેને બે ઓવરમાં પોતાની હેટ્રિક પુરી કરી હતી અને અફઘાનિસ્તાન વિરૂદ્ધ પણ આ રીતે જ હેટ્રિક ઝડપી છે. બાંગ્લાદેશ વિરૂદ્ધ કમિન્સે 18મી ઓવરમાં શરૂઆત અને 20મી ઓવરમાં પૂર્ણ કરી હતી. અફઘાનિસ્તાન વિરૂદ્ધ પણ 18મી ઓવરમાં હેટ્રિકનું જે કામ શરૂ કર્યું હતું તેને 20મી ઓવરમાં જઇને પૂર્ણ કર્યું હતું.
પેટ કમિન્સની હેટ્રિક
અફઘાનિસ્તાન વિરૂદ્ધ પેટ કમિન્સે 18મી ઓવરના છઠ્ઠા બોલ પર કેપ્ટન રાશિદ ખાન (2)ને આઉટ કરીને પોતાની પ્રથમ સફળતા મેળવી હતી અને પછી તે બાદ તેને કરીમ જન્નત (13)ને 19.1 ઓવરમાં અને પછી બીજા બોલ પર ગુલબદીન નૈબ (0)ને ગ્લેન મેક્સવેલના હાથે કેચ આઉટ કરાવીને પોતાની હેટ્રિક પુરી કરી હતી. કમિન્સે આ પહેલા બાંગ્લાદેશ વિરૂદ્ધ પણ હેટ્રિક ઝડપી હતી. કમિન્સે ચાર ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
પેટ કમિન્સે બનાવ્યા અનેક રેકોર્ડ
પેટ કમિન્સે અફઘાનિસ્તાન વિરૂદ્ધ હેટ્રિક ઝડપીને કેટલાક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તે ટી-20 વર્લ્ડકપના ઇતિહાસમાં સતત 2 હેટ્રિક લેનાર પ્રથમ બોલર બની ગયો છે. T20 ઇન્ટરનેશનલમાં બેક ટૂ બેક હેટ્રિક લેનાર તે વિશ્વનો પ્રથમ બોલર છે. આ સિવાય T20 વર્લ્ડકપ 2024માં હેટ્રિક લેનાર અને T20 વર્લ્ડકપમાં 2 હેટ્રિક લેનાર પણ તે પ્રથમ બોલર છે.
T20 વર્લ્ડકપમાં હેટ્રિક ઝડપનારા બોલર
પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા) 2024 Vs અફઘાનિસ્તાન,બાંગ્લાદેશ
જોશ લિટલ (આયરલેન્ડ) 2022Vs ન્યૂઝીલેન્ડ
કાર્તિક મૈયપ્પન (યુએઇ) 2022Vs શ્રીલંકા
કાગિસો રબાડા (દક્ષિણ આફ્રિકા) 2021Vs ઇંગ્લેન્ડ
વાનિન્દુ હસરંગા (શ્રીલંકા) 2021Vs દક્ષિણ આફ્રિકા
કર્ટીસ કેમ્ફર (આયરલેન્ડ) 2021Vs નેધરલેન્ડ
બ્રેટ લી (ઓસ્ટ્રેલિયા) 2007Vs બાંગ્લાદેશ








