મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઈટન્સની ખરીદીમાં અદાણી અને ટોરન્ટ વચ્ચે જામશે હોડ

અદાણી ગ્રૂપ હવે સ્પોર્ટ્સ ક્ષેત્રે કબડ્ડી બાદ હવે વધુ એક ગેમની ટીમ ખરીદવા આગળ આવી શકે છે. અદાણ

IPL ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઈટન્સની ખરીદીમાં અદાણી અને ટોરન્ટ વચ્ચે જામશે હોડ

અદાણી ગ્રૂપ હવે સ્પોર્ટ્સ ક્ષેત્રે કબડ્ડી બાદ હવે વધુ એક ગેમની ટીમ ખરીદવા આગળ આવી શકે છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નજર હવે IPLની ટીમ ગુજરાત ટાઇટન્સ પર છે. અદાણી અને ટોરેન્ટ ગ્રૂપ ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઇટન્સમાં નિયંત્રિત હિસ્સાના વેચાણ માટે ખાનગી ઈક્વિટી ફર્મ CVC કેપિટલ પાર્ટનર્સ સાથે વાટાઘાટો કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ ગુજરાત ટાઈટન્સની માલિકી હક ધરાવતી ફ્રેન્ચાઈઝી CVC IPL ફ્રેન્ચાઇઝીમાં તેનો મોટો હિસ્સો વેચવા માટે તૈયાર છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નો લોક-ઇન સમયગાળો ફેબ્રુઆરી 2025 માં પૂરો થઈ રહ્યો છે. જે નવી ટીમોને હિસ્સો વેચવાથી અટકાવે છે.

જણાવી દઈએ કે ગુજરાત ટાઇટન્સ ત્રણ વર્ષ જૂની ફ્રેન્ચાઇઝી છે. તેની કિંમત એક અબજ ડોલરથી દોઢ અબજ ડોલરની વચ્ચે હોઈ શકે છે. CVC એ 2021 માં 5,625 કરોડ રૂપિયામાં ફ્રેન્ચાઇઝી ખરીદી હતી. 
 
આ બાબત સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, '2021માં IPLની અમદાવાદ ફ્રેન્ચાઇઝી ખરીદવાની તક ગુમાવ્યા પછી અદાણી અને ટોરેન્ટ બંને ગુજરાત ટાઇટન્સમાં બહુમતી હિસ્સો ખરીદવાની રેસમાં છે. CVC માટે ફ્રેન્ચાઇઝીમાં તેના હિસ્સાનું વેચાણ કરવાની આ એક શ્રેષ્ઠ તક છે. અદાણી જૂથે તે સમયે રૂ. 5,100 કરોડની બિડ કરી હતી, જ્યારે ટોરેન્ટે રૂ. 4,653 કરોડની બિડ કરી હતી.

અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, "આઈપીએલ ફ્રેન્ચાઈઝી રોકાણકારોનું ઘણું ધ્યાન આકર્ષિત કરી રહી છે કારણ કે લીગએ પોતાને નક્કર રોકડ પ્રવાહ સાથે આકર્ષક સંપત્તિ તરીકે સ્થાપિત કરી છે. ગૌતમ અદાણી પહેલેથી જ વુમન્સ પ્રીમિયર લીગ (WPL) ની માલિકી ધરાવે છે અને અદાણીએ ક્રિકેટમાં રોકાણ કર્યું છે. UAE-BRD ઇન્ટરનેશનલ લીગમાં ટીમો હસ્તગત કરી રહી છે.

ગુજરાત ટાઇટન્સના સીઓઓ અરવિંદર સિંઘે જણાવ્યું હતું કે ફ્રેન્ચાઇઝી આગામી મીડિયા રાઈટ્સ સાઈકલમાં પ્રોફિટિબિલિટી મેળવી શકશે. મૂળ દસ ફ્રેન્ચાઈઝીને પ્રોફિટ કરવા સુધી પહોંચવામાં ચારથી પાંચ વર્ષ લાગ્યા હતા. અમને વિશ્વાસ છે કે અમે પ્રોફિટ પણ વધારીશું અને સાથે અમારી બ્રાન્ડ વેલ્યુ પણ ઝડપથી વધશે.

આ સમાચાર શેર કરો