મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Paralympic 2024 / 7 મહિનાની પ્રેગ્નેન્ટ પેરા એથ્લેટે રચ્યો ઈતિહાસ, મેડલ જીતીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

પેરિસ પેરાલિમ્પિક 2024માં એક ખૂબ જ રસપ્રદ દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યારે 7 મહિનાની પ્રેગ્નેન્ટ પ

Paralympic 2024 / 7 મહિનાની પ્રેગ્નેન્ટ પેરા એથ્લેટે રચ્યો ઈતિહાસ, મેડલ જીતીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

પેરિસ પેરાલિમ્પિક 2024માં એક ખૂબ જ રસપ્રદ દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યારે 7 મહિનાની પ્રેગ્નેન્ટ પેરા એથ્લેટે મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ સિદ્ધિ ગ્રેટ બ્રિટનના જોડી ગ્રિનહમે પ્રાપ્ત કરી હતી. દરેક વ્યક્તિ જોડી ગ્રિનહમની ભાવનાને સલામ કરી રહી છે. જોડી ગ્રિનહમે તીરંદાજીમાં મેડલ જીત્યો હતો. હવે આખી દુનિયામાં તેની પ્રશંસા થઈ રહી છે. બધા તેની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે.

જોડી ગ્રિનહમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 31 ઓગસ્ટના રોજ, જોડી ગ્રિનહામે મહિલા કમ્પાઉન્ડમાં ગ્રેટ બ્રિટનની ફોબી પેટરસન પેન સામે બ્રોન્ઝ મેડલ મેચ રમી, જેમાં 142-141ના સ્કોર સાથે જીત મેળવી. તમને જણાવી દઈએ કે હારેલી ફોબી પેટરસન પાઈન ટોક્યો પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

જોડી ગ્રિનહામ પ્રેગનેન્સી સાથે પેરિસ પેરાલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ પેરા એથ્લેટ બની હતી. તેણી લગભગ 28 અઠવાડિયા એટલે કે 7 મહિનાની પ્રેગ્નેન્ટ છે. આમ છતાં તેણે પેરાલિમ્પિકમાં ભાગ લેવાનું નક્કી કર્યું અને મેડલ જીતીને તેણે પોતાનું નામ પણ ઈતિહાસના પાનામાં નોંધાવ્યું.

નોંધનીય છે કે જોડી ગ્રિનહમને ડાબા હાથમાં અપંગતા છે. તેણી તેના જમણા હાથથી નિશાન સાધે છે. તેણે તીરંદાજીની મિક્સ્ડ ટીમ કમ્પાઉન્ડની ક્વાર્ટર ફાઈનલમાં પણ જગ્યા બનાવી લીધી છે, જે આજે (2 સપ્ટેમ્બર) રમાશે.

બ્રોન્ઝ મેડલ જીત્યા પછી શું કહ્યું?

એક અહેવાલ મુજબ, બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ જોડી ગ્રિનહમે કહ્યું કે, "લક્ષ્ય સાધતી વખતે બાળક પેટની અંદર લાત મારવાનું બંધ નહતું કરતું. એવું લાગતું હતું કે બાળક પૂછી રહ્યું છે, મમ્મી, તમે શું કરો છો? પરંતુ મારા પેટમાં આ સપોર્ટ બબલ એક સુંદર રીમાઇન્ડર છે. મને મારા પર ગર્વ છે. મેં મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને તે બિલકુલ સરળ નથી. જો કે હું અને બાળક સ્વસ્થ છીએ."

આ સમાચાર શેર કરો