મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs AUS / ગાબા ટેસ્ટ વચ્ચે ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા 3 ખેલાડીઓ, BCCIએ અચાનક લીધો નિર્ણય

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમાઈ રહી છે. આ સિ

IND vs AUS / ગાબા ટેસ્ટ વચ્ચે ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા 3 ખેલાડીઓ, BCCIએ અચાનક લીધો નિર્ણય

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ 22થી 25 નવેમ્બર 2024 દરમિયાન રમાઈ હતી. આ સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરી 2025થી 7 જાન્યુઆરી 2025 સુધી રમાશે, જેના માટે 17 સભ્ય ખેલાડીઓની સાથે ત્રણ ટ્રાવેલિંગ રિઝર્વ ખેલાડીઓ પણ આ પ્રવાસ પર ગયા હતા. જેમાં યશ દયાલ, મુકેશ કુમાર અને નવદીપ સૈનીનો સમાવેશ થાય છે. હવે આ ત્રણેય ખેલાડીઓ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે જ ટીમમાંથી બહાર થઈ ગયા છે. આ ત્રણ ફાસ્ટ બોલરોને હવે 21 ડિસેમ્બરથી શરૂ થનારી વિજય હજારે ટ્રોફીમાં રમવાની તક મળશે.

આ પણ વાંચો: IND vs AUS / ગાબા ટેસ્ટનો બીજો દિવસ ટ્રેવિસ હેડ-સ્ટીવ સ્મિથના નામે રહ્યો, બેકફૂટ પર ટીમ ઈન્ડિયા

ટેસ્ટ ટીમથી વિજય હજારે ટ્રોફી સુધીની સફર

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆતથી જ યશ દયાલ, મુકેશ કુમાર અને નવદીપ સૈની ટીમ ઈન્ડિયા સાથે હતા. પરંતુ ટીમ મેનેજમેન્ટે નિર્ણય કર્યો કે હવે આ ખેલાડીઓને ડોમેસ્ટિક ક્રિકેટમાં મેચ રમવાની તક આપવી જોઈએ જેથી તેઓ મેદાન પર પોતાની લય અને ફિટનેસ જાળવી શકે. ટીમ ઈન્ડિયા હવે બ્રિસબેન બાદ છેલ્લી બે ટેસ્ટ મેલબોર્ન અને સિડનીમાં રમશે, ત્યારબાદ ખેલાડીઓ ભારત પરત ફરશે.

યશ દયાલ ઉત્તર પ્રદેશ તરફથી રમશે

ખલીલ અહેમદના સ્થાને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટીમમાં યશ દયાલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નેટ સેશન દરમિયાન ખલીલ સંપૂર્ણપણે ફિટ નહોતો, જેના કારણે યશને બોલાવવામાં આવ્યો હતો. હવે યશ ઉત્તર પ્રદેશ માટે વિજય હજારે ટ્રોફીમાં રમશે.

મુકેશ કુમાર બંગાળ તરફથી રમશે

મુકેશ કુમાર માટે આ પ્રવાસ ઘણો લાંબો અને પડકારજનક રહ્યો છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા તે ઈન્ડિયા A ટીમ સાથે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયો હતો. હવે તે પોતાના હોમ સ્તેસ્ત બંગાળની ટીમ માટે વિજય હજારે ટ્રોફીમાં ભાગ લેવાનો છે.

નવદીપ સૈની દિલ્હી તરફથી રમશે

નવદીપ સૈનીએ આ પ્રવાસમાં ઈન્ડિયા A માટે માત્ર એક જ મેચ રમી હતી અને ત્યારથી તે ટીમમાં નેટમાં બોલિંગ કરી રહ્યો છે. બ્રિસ્બેન ટેસ્ટના પહેલા દિવસે તેણે સ્ટેન્ડ પરથી રમત જોઈ હતી, પરંતુ હવે તે દિલ્હીની ટીમ તરફથી રમવાની તૈયારી કરશે.

આ સમાચાર શેર કરો