સાઉથ આફ્રિકાના 3 ભૂતપૂર્વ ક્રિકેટરની ફિક્સિંગના આરોપમાં ધરપકડ, એકે તો ભારત સામે જ રમી હતી છેલ્લી મેચ
સાઉથ આફ્રિકામાં મેચ ફિક્સિંગનો કિસ્સો સામે આવ્યો છે. સાઉથ આફ્રિકાના ત્રણ ભૂતપૂર્વ ક્રિકેટરની ફિક

સાઉથ આફ્રિકામાં મેચ ફિક્સિંગનો કિસ્સો સામે આવ્યો છે. સાઉથ આફ્રિકાના ત્રણ ભૂતપૂર્વ ક્રિકેટરની ફિક્સિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ભૂતપૂર્વ ફાસ્ટ બોલર લોનોવો ત્સોતસોબે, થામસાનકા ટીસોલેકિલે અને અથી ભાલાતીની 2015-16 T20 રૈમ સ્લેમ ચેલેન્જ દરમિયાન ફિક્સિંગ માટે ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: IND vs AUS / એડિલેડ ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ઝટકો, ડે-નાઈટ મેચમાંથી બહાર થયો આ ફાસ્ટ બોલર
સાઉથ આફ્રિકા ક્રિકેટએ પ્રતિબંધ મૂક્યો હતો
અથી ભાલાતીની 18 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી અને 28 અને 29 નવેમ્બરના રોજ ટીસોલેકિલે અને ત્સોત્સોબેની ધરપકડ કરવામાં આવી હતી. DPCEના કરપ્શન ઈન્વેસ્ટિગેશન યુનિટ દ્વારા તપાસ બાદ આ ધરપકડ કરવામાં આવી હતી.
ફેબ્રુઆરી સુધી કેસની સુનાવણી મુલતવી
અથી ભાલાતીને પ્રિટોરિયામાં સ્પેશિયલાઇઝ્ડ કોમર્શિયલ ક્રાઈમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. તેનો કેસ 20 ફેબ્રુઆરી 2025 સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. ટીસોલેકિલ અને ત્સોત્સોબે પર પાંચ કેસમાં ભ્રષ્ટાચારનો આરોપ છે. તેના કેસની સુનાવણી 29 નવેમ્બરે થઈ હતી અને હવે તેને 26 ફેબ્રુઆરી 2025 સુધી મુલતવી રાખવામાં આવી છે.
ગુલામ બોદીની સંડોવણીનો પર્દાફાશ થતા ક્રિકેટરો શંકાના દાયરામાં આવ્યા
ક્રિકેટ સાઉથ આફ્રિકાના એન્ટી કરપ્શન ઓફિસરે મેચ ફિક્સિંગમાં ભૂતપૂર્વ ખેલાડી ગુલામ બોદીની સંડોવણીનો પર્દાફાશ કર્યો ત્યારે આ ત્રણ ભૂતપૂર્વ ક્રિકેટરો શંકાના દાયરામાં આવ્યા. તપાસમાં જાણવા મળ્યું છે કે બોદીએ ભારતીય બુકીઓ સાથે મળીને આ ત્રણ ખેલાડીઓનો સંપર્ક કર્યો હતો અને તેમને T20 રૈમ સ્લેમમાં મેચ ફિક્સ કરવા માટે કહ્યું હતું. બોદીની જુલાઈ 2018માં ધરપકડ કરવામાં આવી હતી અને આઠ ગુનાઓમાં દોષી સાબિત થયા બાદ ઓક્ટોબર 2019માં પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
ભારત સામે છેલ્લી ODI મેચ રમી હતી
લોનોવો ત્સોતસોબેએ સાઉથ આફ્રિકા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100થી વધુ વિકેટ લીધી છે. તેણે 2009માં આફ્રિકન ટીમ માટે ODIમાં ડેબ્યુ કર્યું હતું. આ પછી તેણે તેની છેલ્લી ODI મેચ 2013માં ભારત સામે રમી હતી. લોનોવોએ આફ્રિકા માટે ટેસ્ટમાં 9 વિકેટ, વનડેમાં 94 વિકેટ અને T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 18 વિકેટ લીધી છે.








