કચ્છના જ બેકડ્રોપ સાથે તૈયાર થયેલી ગુજરાતી ફિલ્મ ‘રણભૂમી’ આગામી 30 ઓગષ્ટે રીલીઝ થશે

રાજકોટના નિર્માતા અને દિગ્દર્શક તથા મોટાભાગના રાજકોટના જ કલાકારોને લઈને તૈયાર કરવામાં આવેલ ગુજરાતી ફિલ્મ ‘રણભૂમી’ આગામી 30 ઓગષ્ટે રીલિઝ માટે તૈયાર છે.
અનેક ફિલ્મોના પ્રોડક્શન ડીઝાઇનના અનુભવી એવા નિલેશ ચોવટીયા દિગ્દર્શિત આ ગુજરાતી ફિલ્મ ‘રણભૂમી’માં ફિલ્મ ‘યુવા સરકાર’ અને ‘પેન્ટાગોન’ ફેમ હર્ષલ માંકડ, નવોદિત અભિનેત્રી શીતલ પટેલ સહિત રંગભુમી અને ફિલ્મોના જાણીતા કલાકારો એવા મેહુલ બુચ, વિપુલ વિઠ્ઠલાણી, પુજા સોની, માનીન ત્રીવેદી, મીત્રેશ વર્મા, ચેતસ ઓઝા અભિનય કરી રહ્યા છે.

કચ્છના ટુરીઝમ તથા છેવાડાના ગામની એક સુંદર વાર્તા સાથે તૈયાર કરવામાં આવેલી આ ફિલ્મ માટે આખે આખા કચ્છી ગામનો આબેહુબ વિશાળ સેટ રાજકોટ ખાતે જ તૈયાર કરવામાં આવેલો, આ ઉપરાંત આ ફિલ્મમાં ભુજીયો ડુંગર, કચ્છનો પ્રખ્યાત રણોત્સવ જેવી અનેક જાણીતી જગ્યાઓ કંડારવામાં આવી છે.
ગુજરાતના બહોળા પ્રેક્ષક વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી ફિલ્મ 'રણભૂમી' આગામી 30 ઓગસ્ટે ગુજરાત અને મુંબઇના સિનેમાઘરોમાં રીલીઝ કરવામાં આવશે.

