મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video:મનપાની સભામાં તંત્ર સામે સવાલો, બાળકીની શોધથી ટેન્ડર સુધી મુદ્દે ચર્ચા

સોર્સ: gstv

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં અનેક મુદ્દાઓને લઈને ચર્ચા થઈ હતી. દરિયાપુરના કોર્પોરેટર નીરવ બક્ષીએ પીરાણા વિસ્તારમાં ગટરમાં બાળકી પડી જવાની અને હજુ સુધી તેની ભાળ નહીં મળવાની ઘટના અંગે તંત્રને સવાલો કર્યા હતા. બાળકીની શોધખોળ માટે અત્યાર સુધીમાં શું કામગીરી કરવામાં આવી અને તંત્રએ કયા પગલાં લીધાં તે અંગે જવાબ માંગ્યો હતો. આ ઉપરાંત, આઉટસોર્સિંગથી કર્મચારીઓ રાખવાના બદલે કાયમી કર્મચારીઓની ભરતી કરવાની માગણી પણ કરવામાં આવી હતી. સ્ટ્રીટલાઇટનાં ટેન્ડર એક જ વ્યક્તિને આપવામાં આવતા હોવાના મુદ્દે ટેન્ડર પ્રક્રિયા અંગે સવાલો ઉઠાવાયા હતા. મકતનપુરા વોર્ડમાં નલ સે જલ યોજના હેઠળ નાણાં લીધા હોવા છતાં કનેક્શન નહીં મળ્યાની રજૂઆત કરીને જરૂરી કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો