મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: પેરા એશિયન ગેમ્સમાં મેડલ વિજેતા તમામ ખેલાડીઓનું અમદાવાદ એરપોર્ટ સ્વાગત

સોર્સ: gstv

જાપાનમાં યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં ગુજરાતના પેરા એથ્લેટ્સે શાનદાર પ્રદર્શન કરીને દેશ અને રાજ્યનું નામ રોશન કર્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરીને મેડલ જીતનારા ખેલાડીઓ અમદાવાદ પરત ફરતાં તેમનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પેરા એશિયન ગેમ્સમાં ગુજરાતની ખેલાડી અંજના બુંબાડિયાએ 400 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીતીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. અંજના બુંબાડિયા સિવાય ગુજરાતના અન્ય ખેલાડીઓએ પણ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. નિમિષા, તેજલ અને રાકેશે સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ જીતીને રાજ્યનું ગૌરવ વધાર્યું. ઉલ્લેખનીય છે કે, જાપાનમાં યોજાયેલી પેરા એશિયન ગેમ્સમાં ભારતે આ વખતે રેકોર્ડબ્રેક 114 મેડલ જીત્યાં છે. ઘણી એવી રમતો છે જેમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીતી ભારતીય એથ્લેટ્સે અન્ય ખેલાડીઓને પ્રેરણા આપી છે.

આ સમાચાર શેર કરો