Video: સુરેન્દ્રનગરમાં રેન્જ આઈ.જી નિર્લિપ રાયના વાર્ષિક ઇન્સ્પેક્શન

સુરેન્દ્રનગર જિલ્લામાં રેન્જ આઈ.જી નિર્લિપ રાય દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત પોલીસ અધિકારીઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. એક વર્ષમાં સાત હજારથી વધુ અરજદારોની સુનાવણી કરી કામગીરી કરવા બદલ રેન્જ આઈ.જીએ જિલ્લા પોલીસવડા અને સમગ્ર ટીમની કામગીરીની પ્રશંસા કરી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને એવોર્ડ એનાયત કર્યા હતા. તેમણે સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી, જ્યારે કાલે સવારે સેરેમોનિયલ પરેડ યોજાશે. લીંબડીમાં ૯૦ લાખની ચોરીનો ભેદ ઉકેલવા બદલ ફરિયાદી દ્વારા રેન્જ આઈ.જીનું સાફો બાંધીને સન્માન કરવામાં આવ્યું હતું.








