મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અમદાવાદ બુક ફેસ્ટિવલમાં સૌથી નાની ભગવદ્ ગીતા અને ખાદીની હનુમાન ચાલીસા બની કેન્દ્રબિંદુ

સોર્સ: gstv

અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં પુસ્તકપ્રેમીઓ માટે અનોખા આકર્ષણો કેન્દ્રબિંદુ બન્યા છે. જેમાં વિશ્વની સૌથી નાની અંદાજે 2 બાય દોઢ ઈંચના કદ ધરાવતી 400 પાનાની શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સમાવેશ થાય છે..આ સિવાય ખાદીના કાગળ પર હાથથી તૈયાર કરાયેલી હસ્તનિર્મિત હનુમાન ચાલીસા મુલાકાતીઓમાં ભારે કુતૂહલ સર્જી રહી છે. સામાન્ય પુસ્તક કરતા અનેકગણું નાનું કદ હોવા છતાં તેમાં તમામ શ્લોકો અને 400 પાનાનું સંકલન કરવામાં આવ્યું છે, જે લોકોને આકર્ષિત કરી રહ્યું છે.

આ સમાચાર શેર કરો