Video: રાજકોટમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ભાજપ દ્વારા યોજાઈ પદયાત્રા

રાજકોટમાં ભાજપ દ્વારા 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' અભિયાન અંતર્ગત ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટ પહોંચ્યા હતા. સૌરાષ્ટ્રભરમાંથી આવેલા વિવિધ ધારાસભ્યો, સાંસદો અને અગ્રણી નેતાઓ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાઓના જોશ સાથે આ યાત્રા યોજાઈ હતી. પદયાત્રા દરમિયાન ભાજપના નેતાઓએ કોંગ્રેસ સામે આક્રમક વલણ અપનાવીને અરાજકતા હટાવવાના નારા લગાવ્યા હતા અને લોકતંત્રની રક્ષાનો સંકલ્પ દોહરાવ્યો હતો.







