મુખ્ય સામગ્રી પર જાઓ
ક્લાસ્મૃતિ

અખિલ ગુજરાત એકાંકી સ્પર્ધા જાન્યુઆરીમાં, પ્રથમવાર નોનકોલેજ કેટેગરી, પ્રવેશપત્ર અહીંથી ડાઉનલોડ કરો

કલાસ્મૃતિ, ગુજરાત સમાચાર ટ્રસ્ટ અને જીએસટી

અખિલ ગુજરાત એકાંકી સ્પર્ધા જાન્યુઆરીમાં, પ્રથમવાર નોનકોલેજ કેટેગરી, પ્રવેશપત્ર અહીંથી ડાઉનલોડ કરો

કલાસ્મૃતિ, ગુજરાત સમાચાર ટ્રસ્ટ અને જીએસટીવી આયોજિત 37મી અખિલ ગુજરાત એકાંકી નાટ્ય સ્પર્ધાનો છ દિવસિય સેમિ ફાઈનલ રાઉન્ડ 21થી 26 જાન્યુઆરી 2025 દરમિયાન યોજાશે. 

સ્પર્ધાના પ્રવેશપત્રો https://gstv.in/category/kalasmruti પરથી ડાઉનલોડ કરી શકાશે. પ્રવેશફોર્મ ભરવાની અંતિમ તારીખ 12 જાન્યુઆરી છે. પ્રવેશપત્રો કલાસ્મૃતિ કાર્યાલય અમદાવાદ ખાતે સ્વીકારાશે. બહારગામના સ્પર્ધકો ગુજરાત સમાચારના કાર્યાલયો પર જમા કરાવી શકશે.



કોલેજ કેટેગરીનું પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

નોનકોલેજ કેટેગરીનું પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.



નાટ્યપ્રેમીઓ અને રંગકર્મીઓના સૂચન અને ઉત્સાહને ધ્યાનમાં રાખીને આ વર્ષથી નોન-કોલેજ કેટેગરીની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં કોલેજ સિવાયના નાટ્ય મંડળી, સંસ્થાઓ અથવા ગ્રૂપ પણ પોતાની કૃતિ રજૂ કરી શકશે. બંન્ને કેટેગરીની સ્પર્ધા અને નિર્ણાયકો અલગ રહેશે. સેમિ ફાઈનલમાં 21થી 23 જાન્યુઆરી દરમિયાન કોલેજ કેટેગરી અને 24થી 26 દરમિયાન નોન-કોલેજ કેટેગરીની કૃતિઓ રજૂ થશે. કોલેજ કેટેગરીમાંથી પરંપરા મુજબ છ કૃતિઓ ફાઈનલ માટે પસંદ કરવામાં આવશે. નોન-કોલેજ કેટેગરીના ત્રણ નાટકો ફાઈનલમાં પહોંચશે. પ્રથમ, દ્વિતીય અને તૃતિય વિજેતા ફાઈનલ બાદ નક્કી થશે. કોલેજ કેટેગરીની પ્રવેશ ફી પરંપરા મુજબ 100 જ્યારે નોન-કોલેજ કેટેગરીની પ્રવેશ ફી 500 રૂપિયા નિયત કરવામાં આવી છે. જે ફોર્મની સાથે જમા કરાવવાની રહેશે. યુવા નાટ્યકારોને પ્રોત્સાહન મળે એ હેતુસર નોન-કોલેજ કેટેગરીમાં ભાગ લેનારા કલાકારોની મહત્તમ ઉંમર 30 વર્ષ રાખવામાં આવી છે. જેની ખાસ નોંધ લેવી. સ્પર્ધાની ફાઈનલ ફેબ્રુઆરી 2025માં યોજાશે. જેની તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે. વધુ વિગતો માટે કલાસ્મૃતિનો 63579 36893 કે  [email protected] પર સંપર્ક કરી શકાશે.

આ સમાચાર શેર કરો