બિહાર: પૂર્ણિયાના સાંસદ પપ્પૂ યાદવને ધમકી આપનાર યુવાનની દિલ્હીથી ધરપકડ, જાણો કોની સાથે છે આરોપીના સીધા સંબંધ
બિહારના પૂર્ણિયાના સાંસદ પપ્પૂ યાદવને જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે

બિહારના પૂર્ણિયાના સાંસદ પપ્પૂ યાદવને જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે. પૂર્ણિયાના સાંસદને ધમકી આપનાર યુવકની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. યુવકે પોતાનું નામ મહેશ પાંડેય જણાવ્યું છે. પૂર્ણિયાના એસપી કાર્તિકેય શર્માએ શનિવારે (02 નવેમ્બર) એક પ્રેસ કોન્ફરન્સમાં આ સંદર્ભમાં માહિતી આપી હતી.
પોલીસ તપાસમાં મહેશ પાંડેય આવ્યો રડારમાં
એસપીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પોલીસ પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવને ધમકી આપવાના મામલે સતત તપાસ કરી રહી હતી, ત્યારે તપાસ દરમ્યાન દિલ્હીનો રહેવાસી મહેશ પાંડેય પોલીસના રડારમાં આવ્યો હતો. મહેશ પાંડેની દિલ્હીથી જ ધરપકડ કરવામાં આવી હતી. પ્રારંભિક પૂછપરછ દરમિયાન મહેશ પાંડેયે કહ્યું કે તેને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કોઈ લેવાદેવા નથી.
આ પણ વાંચો: Maharashtra Election 2024 / ભાજપે ભલે રાજ ઠાકરેને સમર્થન આપ્યું, પણ CM શિંદેનો આ મોટો નિર્ણય વધારશે ટેન્શન!
યુવાનનો સમાજના પ્રતિષ્ઠિત લોકો સાથે સીધો સંપર્ક
પૂર્ણિયાના એસપી કાર્તિકેય શર્માએ ધરપકડ કરાયેલા ગુનેગાર વિશે વધુમાં કહ્યું કે આ વ્યક્તિનો ઘણા પ્રતિષ્ઠિત લોકો સાથે સીધો સંપર્ક પણ છે. તેણે એઈમ્સ અને મંત્રાલયની કેન્ટીનમાં પણ કામ કર્યું છે. અત્યારે તે ક્યાંય કામ કરતો નહોતો. પ્રાથમિક તપાસમાં આ તમામ બાબતો સામે આવી છે. અમે તેને કોર્ટમાં રજૂ કરીશું અને રિમાન્ડ પર લઈ પૂછપરછ કરવામાં આવશે.
જે નંબર પરથી ધમકી આપવામં આવી તે UAEનો નંબર
એસપીએ વધુમાં જણાવ્યું કે મહેશ પાંડેય સાંસદના ઘણા સહયોગીઓના સંપર્કમાં પણ છે. આ સાથે અન્ય તમામ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. એસપીએ કહ્યું કે અનેક નંબરો પરથી ધમકીઓ આપવામાં આવી હતી, તેથી આ ધરપકડ તે નંબર પરથી કરવામાં આવી છે જે નંબર પરથી પહેલીવાર ધમકી આપવામાં આવી હતી. જે નંબર પરથી ધમકી આપવામાં આવી હતી તે UAEનો છે.
આરોપી કેટલાક સાંસદો અને MLAને ત્યાં કામ પણ કરી ચૂક્યો છે
પ્રાથિમક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી મહેશ પાંડેય પહેલા કેટલાક સાંસદો અને MLAને ત્યાં કામ પણ કરી ચૂક્યો છે, તે થોડાક સમય પહેલા UAE ફરવા ગયો હતો. ત્યાં તેની સાળી રહે છે, તેણે UAEમાં તેની સાળીના નામે એક સિમ કાર્ડ લીધું અને જ્યાં સુધી તે ત્યાં રહ્યો ત્યાં સુધી તેનો વપરાશ કર્યો હતો. ભારત પરત ફરવા પર તેણે તેની સાળીને તે સીમકાર્ડ પરત આપ્યું નહોતું. પછી ભારતમાં UAEના નંબર પરથી એક બનાવટી વ્હોટ્સએપ એકાઉન્ટ બનાવ્યું અને તેનો વપરાશ કરવા લાગ્યો હતો.
પપ્પૂ યાદવનો નંબર ઈન્ટરનેટથી નિકાળ્યો અને UAE વાળા નંબરથી મેસેજ મોકલ્યો
આ વચ્ચે બાબા સિદ્દિકી હત્યાકાંડ પર પપ્પૂ યાદવના નિવેદનોને તેણે સમાચારપત્રોમાં વાંચ્યા હતા, પછી તેણે પપ્પૂ યાદવનો નંબર ઈન્ટરનેટથી નિકાળ્યો અને UAE વાળા નંબરથી ધમકીભર્યો મેસેજ મોકલ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે તેનો લોરેન્સ બિશ્નોઈ સાથે કોઈ કનેક્શન નથી.








