મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

યોગી સરકાર 25 લાખ ટેબ્લેટનું મફત વિતરણ કરશે, યુવકો માટે લીધો મોટો નિર્ણય 

ઉત્તર પ્રદેશના લાખો વિદ્યાર્થીઓ માટે યોગી આદિત્યનાથ સરકારે એક મોટી ભેટ આપી છે. મંગળવારે મુખ્યમં

યોગી સરકાર 25 લાખ ટેબ્લેટનું મફત વિતરણ કરશે, યુવકો માટે લીધો મોટો નિર્ણય 
આ સમાચાર સાંભળો

ઉત્તર પ્રદેશના લાખો વિદ્યાર્થીઓ માટે યોગી આદિત્યનાથ સરકારે એક મોટી ભેટ આપી છે. મંગળવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી મંત્રીપરિષદની બેઠકમાં 'સ્વામી વિવેકાનંદ યુવા સશક્તિકરણ યોજના' હેઠળ 25 લાખ ટેબ્લેટ ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.

શિક્ષણ અને રોજગારમાં મળશે વેગ

રાજ્યના ઔદ્યોગિક વિકાસ મંત્રી નંદ ગોપાલ ગુપ્તા 'નંદી'એ જણાવ્યું હતું કે, આ યોજનાનો લાભ સ્નાતક, અનુસ્નાતક, ડિપ્લોમા, ટેકનિકલ શિક્ષણ, આરોગ્ય શિક્ષણ, ITI અને કૌશલ્ય વિકાસના કાર્યક્રમો સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને મળશે. આ ટેબ્લેટ દ્વારા યુવાનો ડિજિટલ યુગમાં પોતાનો અભ્યાસ વધુ અસરકારક રીતે કરી શકે. ટેકનોલોજી સાથે જોડાઈ શકે. અને ભવિષ્યમાં નોકરી ધંધા કે વિવિધ સરકારી નોકરીઓમાં જોડાઈને આનો લાભ લઈ શકે.  

અત્યાર સુધીમાં 60 લાખ યુવાનોને લાભ

નોંધનીય છે કે, વર્ષ 2021-22 થી શરૂ થયેલી આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશના 60 લાખથી વધુ યુવાનોને ટેબ્લેટ અને સ્માર્ટફોનનું વિતરણ કરવામાં આવ્યું છે. સરકારનો લક્ષ્ય છે કે રાજ્યના દરેક કુશળ યુવાનને ટેકનિકલ રીતે સક્ષમ બનાવવામાં આવે. આ ઉપરાંત 'સેવામિત્ર' પોર્ટલ પર નોંધાયેલા કુશળ યુવાનોને પણ આ યોજનાનો સીધો લાભ મળશે.

અંદાજિત કિંમત: એક ટેબ્લેટની કિંમત આશરે ₹12,000 આંકવામાં આવી છે, જે મુજબ 25 લાખ ટેબ્લેટની ખરીદી પાછળ આશરે ₹3,000 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.

આ નિર્ણયની સાથે જ યોગી કેબિનેટે રાજ્યના એક જિલ્લામાં પાંચમી યુનિવર્સિટી બનાવવાના પ્રસ્તાવને પણ લીલી ઝંડી આપી દીધી છે, જે શિક્ષણ ક્ષેત્રે રાજ્યની મજબૂત પકડ દર્શાવે છે.

આ સમાચાર શેર કરો