VIDEO: મની લોન્ડરિંગ કેસમાં મહાઠગ Sukesh Chandrashekharને દિલ્હી કોર્ટે આપ્યા જામીન, મૂકી આ 4 શરત
સોર્સ : GSTV
દિલ્હીની એક કોર્ટે મંગળવારે 200 કરોડ રૂપિયાની ખંડણીના મની લોન્ડરિંગ કેસમાં કથિત ઠગ સુકેશ ચંદ્રશેખરને જામીન આપ્યા છે. કોર્ટે જણાવ્યું હતું કે લાંબા સમય સુધી વગર કોઈ કારણે જેલમાં રાખવા એ વ્યક્તિની આઝાદી અને ઝડપી સુનાવણીના અધિકારનું ઉલ્લંઘન છે. પરંતુ જામીન આપવાની સાથે જ કોર્ટે કેટલીક ખાસ શરતો પણ મૂકી છે.
કોર્ટનો ચુકાદો:
કોર્ટના આદેશ મુજબ, સુકેશ ચંદ્રશેખરને 5 લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ અને તેટલી જ જામીન રકમ જમા કરાવવા પર મુક્ત કરવામાં આવ્યો છે.
જામીનની શરતો:
- તે સાક્ષીઓનો સંપર્ક કરશે નહીં અને તેમને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે નહીં.
- તપાસ અધિકારીને પોતાનું સરનામું અને મોબાઈલ નંબર આપવો પડશે.
- પોતાનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવો પડશે.
- કોર્ટની પરવાનગી વગર દેશ છોડી શકશે નહીં.

