મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશના CM પદેથી હટાવવાની હતી તૈયારી! પુસ્તકમાં કરવામાં આવ્યો મોટો ખુલાસો

લોકસભા ચૂંટણી દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતા

યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશના CM પદેથી હટાવવાની હતી તૈયારી! પુસ્તકમાં કરવામાં આવ્યો મોટો ખુલાસો

લોકસભા ચૂંટણી દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના ચૂંટણી પ્રચાર અભિયાનમાં વારંવાર દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ભાજપ સત્તામાં આવ્યા બાદ પદ પરથી હટાવી દેશે. જોકે, ભાજપે આ તમામ દાવાને ફગાવી દીધા હતા. આ વખતે ફરી યોગી આદિત્યનાથ ચર્ચાનો વિષય બન્યા છે. 2022માં યુપી વિધાનસભા ચૂંટણી પહેલા યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પદેથી હટાવવાની પુરી તૈયારી હતી. આ વાતનો દાવો શ્યામલાલ યાદવે પોતાના પુસ્તક 'At The Heart of Power: The Chief Ministers of Uttar Pradesh'માં કર્યો છે.

શ્યામલાલ યાદવે પોતાના પુસ્તકમાં લખ્યુ કે યુપીમાં વિધાનસભા ચૂંટણીમાં માત્ર 9 મહિનાનો સમય બાકી હતો. એવામાં લખનૌ અને દિલ્હીના સ્તર પર ભાજપ-RSSના નેતાઓની મીટિંગ મળી હતી.એક સમયે નક્કી થઇ ગયું હતું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પદ પરથી હટાવી દેવામાં આવશે. આ પહેલા યોગી આદિત્યનાથના નેતૃત્ત્વમાં કોઇ બદલાવ કરવામાં આવતો તે પહેલા ભાજપ હાઇકમાનને આ વાતનો આભાસ થઇ ગયો કે જો ચાલી રહેલી સરકાર દરમિયાન યોગી આદિત્યનાથને પદ પરથી હટાવવામાં આવશે તો ઘણુ નુકસાન ઉઠાવવુ પડી શકે છે.

કેશવ પ્રસાદ મૌર્ય સાથે યોગીનો મતભેદ

શ્યામલાલ યાદવે પોતાના પુસ્તકમાં યોગીને હટાવવાના પ્રયાસ પાછળનું કારણ સ્પષ્ટ જણાવ્યું નહતું પરંતુ યોગી પર લખવામાં આવેલા 16 પાનામાં યોગી સરકારના વિરોધમાં જે વસ્તુ થઇ રહી હતી તેનો અહેવાલ જરૂર આપ્યો છે. ઉદાહરણ માટે તેમને લખ્યુ કે તે સમયમાં યોગી આદિત્યનાથ નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય સાથે મતભેદ વધી રહ્યાં હતા. જોકે, આ મામલે સંઘના નેતાઓએ દખલ કરી અને જૂન 2021માં યોગી આદિત્યનાથ અચાનક કેશવ પ્રસાદ મૌર્યને મળવા પહોંચ્યા હતા. આ મુલાકાતને સબંધોમાં સુધારાની જેમ જોવામાં આવી હતી.

કેશવ પ્રસાદ મૌર્યને એપ્રિલ 2016માં ઉત્તર પ્રદેશના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા અને વર્ષ 2017માં જ્યારે ભાજપને જીત મળી તો મુખ્યમંત્રીની રેસમાં તેમનું નામ પણ સામેલ હતું. ભાજપના ટોચના નેતૃત્ત્વએ કેશવ પ્રસાદની જગ્યાએ યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશની કમાન સોપી દીધી હતી. તે સમયથી જ બન્ને વચ્ચે મતભેદ ઉભા થયા હતા.

આ સમાચાર શેર કરો