માનવોને અવકાશમાં મોકલવામાં આવશે? બાળકે ઇસરો ચીફને પૂછ્યો સવાલ, જાણો શું જવાબ મળ્યો
અવકાશમાં રસ ધરાવતા 9 વર્ષના માસૂમ છોકરા અનંતપદ્મનાભનનું સ્વપ્ન ત્યારે સાકાર

અવકાશમાં રસ ધરાવતા 9 વર્ષના માસૂમ છોકરા અનંતપદ્મનાભનનું સ્વપ્ન ત્યારે સાકાર થયું જ્યારે તેના પ્રશ્નોના જવાબ ખુદ ISRO ચીફ એસ સોમનાથ દ્વારા આપવામાં આવ્યા. ખાસ વાત એ છે કે અનંત આંખની સમસ્યા congenital myopiaનો સામનો કરી રહ્યો છે. તેની સારવાર ચાલી રહી છે. સોમનાથે વીડીયો સંદેશ દ્વારા તેના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
ઈસરો ચીફને પૂછ્યું- શું ચંદ્ર પર એલિયન્સ છે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનંતે ઈન્ડિયન સ્પેસ એજન્સીના વડાને ઘણા પ્રશ્નો પૂછ્યા. આમાં 'ભારત ચંદ્ર પર મનુષ્યને ક્યારે મોકલશે?', 'શું ચંદ્ર પર એલિયન્સ છે?' અને 'શું પ્રાણીઓને અવકાશમાં મોકલવાની કોઈ યોજના છે?' ખાસ વાત એ છે કે આ તમામ સવાલોના જવાબ ઈસરોના વડાએ આપ્યા હતા. તેમણે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ISRO 2040 સુધીમાં માનવોને અવકાશમાં મોકલવાની યોજના બનાવી રહ્યું છે.
સોમનાથે એમ પણ કહ્યું કે ચંદ્ર પર એલિયન્સની હાજરી નથી. તેમણે સારવાર લઈ રહેલા બાળકને એ પણ જણાવ્યું કે પ્રાણીઓને અવકાશમાં મોકલવાની કોઈ યોજના નથી. ખાસ વાત એ છે કે સોમનાથ તરફથી મળેલા ત્વરિત પ્રતિસાદથી બાળક ખૂબ જ ખુશ હતો. તેમણે બાળકના ઝડપી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી હતી અને તેને વ્યક્તિગત રીતે મળવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.
કોણ છે અનંત?
અનંત વર્કલા નજીક ચેન્નાનકોડનો રહેવાસી છે. તે રોઝ ડેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, કાલાબલમમાં ધોરણ 4 નો વિદ્યાર્થી છે. તેને બાળપણથી જ જોવામાં તકલીફ થઈ રહી હતી, જેના કારણે તેને 18 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે સારવારના કારણે તેણે માત્ર એસ સોમનાથના જવાબો જ સાંભળ્યા છે, જોયા નથી. અનંતને અવકાશ વિજ્ઞાનમાં ખાસ રુચિ છે.








