મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રાહુલ ગાંધી હંમેશા સફેદ ટી-શર્ટ જ કેમ પહેરે છે? ખુદ જણાવ્યું તેની પાછળનું કારણ

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગઈ કાલે તેમનો 54મો જન્મદિવસ ઉજવ્યો, આ પ્રસંગે તેમણે

રાહુલ ગાંધી હંમેશા સફેદ ટી-શર્ટ જ કેમ પહેરે છે? ખુદ જણાવ્યું તેની પાછળનું કારણ

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગઈ કાલે તેમનો 54મો જન્મદિવસ ઉજવ્યો, આ પ્રસંગે તેમણે 'વ્હાઈટ ટી-શર્ટ' અભિયાનની શરૂઆત કરી અને ખુલાસો પણ કર્યો કે, તેઓ હંમેશા સફેદ ટી-શર્ટ કેમ પહેરે છે. રાહુલ ગાંધી ઘણીવાર સફેદ ટી-શર્ટમાં જ જોવા મળે છે. ભારત જોડો યાત્રા હોય કે ભારત જોડો ન્યાય યાત્રા, બંને કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીના સફેદ ટી-શર્ટની ખૂબ ચર્ચા થઈ હતી.

સફેદ ટી-શર્ટ બાબતે રાહુલ ગાંધીએ જ કર્યો ખુલાસો

હંમેશા સફેદ ટી શર્ટમાં જોવા મળતા રાહુલ ગાંધીએ પોતે જ આ પ્રશ્નનો જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જન્મદિવસની શુભેચ્છાઓ માટે આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે, તેમની સફેદ ટી-શર્ટ પારદર્શિતા, શક્તિ અને સાદગીનું પ્રતિનિધિત્વ કરે છે.

રાહુલ ગાંધી મોકલશે સફેદ ટી-શર્ટ 

રાયબરેલીના સાંસદે પોસ્ટમાં કહ્યું, 'જન્મદિવસની તમામ શુભેચ્છાઓ માટે હું દિલથી તમારો આભાર માનું છું. મને વારંવાર પૂછવામાં આવે છે કે, હું હંમેશા સફેદ ટી-શર્ટ કેમ પહેરું છું, આ ટી-શર્ટ મારા માટે, પારદર્શિતા, શક્તિ અને સાદગીનું પ્રતીક છે.' રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, 'તમારા જીવનમાં આ મૂલ્યો ક્યાં અને કેટલા ઉપયોગી છે? તે #WhiteTshirtArmy નો ઉપયોગ કરીને મને વીડિયો મોકલો અને હું તમને સફેદ ટી-શર્ટ ગિફ્ટ કરીશ.'

આ સમાચાર શેર કરો