મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રાહુલ ગાંધીને પાછળની હરોળમાં બેસવાનો મામલો: કોંગ્રેસે સરકાર પર રાજનીતિનો લગાવ્યો આરોપ

દેશ આજે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે વિપક્ષના નેતા

રાહુલ ગાંધીને પાછળની હરોળમાં બેસવાનો મામલો: કોંગ્રેસે સરકાર પર રાજનીતિનો લગાવ્યો આરોપ

દેશ આજે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ લાલ કિલ્લા પર આયોજિત સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેઓ પાછળની હરોળમાં બેઠા હોવાથી આ મામલો ચર્ચામાં આવ્યો હતો. રાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કરવા અને આવા કાર્યક્રમોમાં બેઠક વ્યવસ્થા કરવાની જવાબદારી સંરક્ષણ મંત્રાલયની છે. જેથી આ અંગે સંરક્ષણ મંત્રાલય તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે.

સ્પષ્ટતા આપતા સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન ઓલિમ્પિક મેડલ વિજેતા ખેલાડીઓ માટે આગળની હરોળમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે રાહુલ ગાંધીને પાછળની હરોળમાં બેસાડવામાં આવ્યા હતા. જો કે પ્રોટોકોલ મુજબ વિપક્ષના નેતાને આગળની હરોળમાં બેસાડવામાં આવે છે.

ઓલિમ્પિકમાં ભાગ લેનારા કેટલાક ખેલાડીઓ રાહુલ ગાંધીની બાજુમાં બેઠા

આ દરમિયાન ઓલિમ્પિકના ભાગ લેનારા કેટલાક ખેલાડીઓ રાહુલ ગાંધીની બાજુમાં બેઠા હતા. ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય હોકી ટીમના સભ્ય લલિત ઉપાધ્યાય રાહુલની બરાબર બાજુમાં બેઠા હતા. તેમજ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, એસ. જયશંકર, નિર્મલા સીતારમણ અને શિવરાજસિંહ ચૌહાણ આગળની હરોળમાં બેઠા હતા.

10 વર્ષ બાદ વિપક્ષના નેતા જોડાયા

લોકસભામાં વિપક્ષના નેતાનું પદ 2014 થી 2024 સુધી ખાલી રહ્યું હતું. આ સમય દરમિયાન કોઈપણ વિરોધ પક્ષ પાસે આ પદ સંભાળવા માટે પૂરતા સાંસદો નહોતા જેના કારણે આ પદ ખાલી હતું. જો કે, તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની બેઠકોની સંખ્યા 99 પર પહોંચી ગયા બાદ, 25 જૂન, 2024ના રોજ રાહુલ ગાંધીને લોકસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો