કાશ્મીરમાં ભાજપ કેમ લોકસભા ચૂંટણી નથી લડતું? શ્રીનગરમાં કાશ્મીરી પંડિતોના ઓછા મતદાન પર સવાલ
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં શ્રીનગર બેઠક પર થયેલા મતદાનની ટકાવારીએ તમામને ચોકાવી દીધા છે. જમ્મુ કાશ્મીરને વ

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં શ્રીનગર બેઠક પર થયેલા મતદાનની ટકાવારીએ તમામને ચોકાવી દીધા છે. જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા આર્ટિકલ 370ની મોટાભાગની જોગવાઇઓને 2019માં રદ કરવામાં આવ્યા બાદ ઘાટીમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઇ રહી છે. સોમવારે શ્રીનગર બેઠક પર કૂલ 37.98 ટકા મતદાન નોંધાયુ હતું.
ચૂંટણી પંચે કહ્યું કે, "દાયકામાં સૌથી વધુ મતદાન' હતું. જોકે, આટલી ઓછા મતદાન ટકાવારીએ કેટલાક સવાલ ઉભા કર્યા છે. છેલ્લા પાંચ વર્ષથી કેન્દ્રની સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) કાશ્મીર ઘાટીમાં પોતાના કાર્યકર્તાઓને એકસાથે રાખવાનો પ્રયાસ કરી રહી છે અને 'નવું કાશ્મીર'ના નેરેટિવ પર ભાર મુકી રહી છે પરંતુ જ્યારે ઘાટીના લોકોએ લોકસભા ચૂંટણીમાં શ્રીનગરમાં મતદાન કર્યું તો કાશ્નીરી પંડિતોના ઓછા મતદાને સવાલ ઉભા કર્યા છે.
એક કાશ્મીરી પંડિતે કહ્યું, "ભાજપ ઘાટીમાં ત્રણ બેઠક પર ચૂંટણી નથી લડી રહી તો અમે કોને મત આપીયે? શું અમે તે પાર્ટીઓને મત આપીએ જેમને અમને ઘરોમાંથી બહાર કાઢી મુક્યા હતા? કાશ્મીરી પંડિતે કહ્યું, "અમને એપ્રિલમાં જ ખબર પડી ગઇ હતી કે તે (ભાજપ) ચૂંટણી નથી લડી રહી."
ભાજપ કાશ્મીરમાં નથી લડતું ચૂંટણી
કાશ્મીર ઘાટીની બેઠક (શ્રીનગર, બારામૂલા, અનંતનાગ અને પૂંછ) પર લોકસભા ચૂંટણી યોજાઇ રહી છે. આશા હતી કે મોટાભાગની સંખ્યામાં મતદારો શ્રીનગરમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જોકે, શ્રીનગર લોકસભા બેઠક પર સોમવારે મતદાન દરમિયાન કોઇ ખરાબ ઘટના બની નહતી અને 38 ટકા મતદાન થયું જે 1996 બાદ સૌથી વધુ મતદાન છે. આ પહેલા 1996માં જમ્મુ કાશ્મીરમાં આ બેઠક પર લગભગ 41 ટકા મતદાન થયું હતું.
અન્ય એક કાશ્મીરી પંડિતે કહ્યું, "જ્યારે અમે પોતાની યાદીની તપાસ કરી તો ખબર પડી કે શ્રીનગર લોકસભામાં 53 હજાર રજિસ્ટર્ડ મતદારો છે."
1996 પછી ઘાટીમાં સૌથી વધુ મતદાન
ઘાટીમાં 1996 પછી આ વખતે સૌથી વધુ મતદાન થયું છે. ઘાટીમાં 37.98 ટકા મતદાન થયું હતું. આ પહેલા 25.86 ટકા (2014), 25.55 ટકા (2009), 18.57 ટકા (2004), 11.93 ટકા (1999) અને 30.66 ટકા (1998) હતું.








